Thu Jan 01 2026

Logo

White Logo

આજનું રાશિફળ (31-12-25): વર્ષનો છેલ્લો દિવસ કેવો રહેશે મેષથી : મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર...

2 days ago
Author: Darshna Visaria
Video

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજે વર્ષનો છેલ્લો દિવસ ખૂબ જ શુકનિયાળ રહેશે. સંતાન તરફથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી તમારા સાથે ખભેખભા મિલાવીને ચાલશે. આજનો દિવસ રચનાત્મક અને ક્રિયેટિવિટીથી નામ કમાવાવાનો રહેશે. આજે કુંવારા લોકોની મુલાકાત કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કોઈ કામ પૂરું થશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે કોઈ લાભ થઈ રહ્યો છે. ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો અને સામાજિક કાર્યોમાં ભાગ લેવાનો રહેશે. આજે તમારા સંબંધોમાં મજબૂતી આવી રહી છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે પોતાના ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે ઘરના વડીલો સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આજે તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કરિયરમાં આજે કોઈ મહત્ત્વનો ફેરફાર આવી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક અને સર્જનાત્મક કાર્યો સાથે નામ કમાવવાનો રહેશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે પગાર વધારો વગેરે મળી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. આજે હરવા-ફરવા દરમિયાન કોઈ મહત્ત્વની માહિતી મળશે, પણ તમારે એ માહિતી કોઈની સાથે શેર કરતાં પહેલાં વિચારવું પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. 

કર્કઃ 

કર્ક રાશિના વિદેશ જવા માગતા લોકોની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. આજનો દિવસ સકારાત્મક્તા અને ઊર્જાથી ભરપૂર રહેશે. આર્થિક પરિસ્થિતિમાં આજે સુધારો આવી રહ્યો છે. જો કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હશે તો આજે તેનો નિવેડો લઈને આવશો. આજે તમને મહિલા મિત્રો તરફથી વધારે લાભ થઈ રહ્યો છે. બિઝનેસ સંબંધિત કોઈ પણ નિર્ણય આજે સમજ્યા વિચાર્યા વિના લેવાનું ટાળો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. મોસાળ તરફથી આજે તમને કોઈ લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે છોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે.

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આર્થિક બાબતોમાં આજે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે આજે થોડી ચિંતાનું કારણ બની શકે છે અને તમે એમને લઈને ડોક્ટર પાસે જઈ શકો છે. ઘર-પરિવારમાં આજે કોઈ હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે કુંવારા લોકોની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે અને ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. જોકે, સહકર્મીઓ સાથે નાની બાબતે મતભેદ થઈ શકે છે, તેથી વિવાદ ટાળવો. આર્થિક પક્ષ મજબૂત બનશે અને ક્યાંકથી ભેટ-સોગાદ મળવાની શક્યતા છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે. કુંવારા લોકો માટે આજે કોઈ સારા સારા માંગા આવી શકે છે. 

વૃશ્ચિકઃ

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે અને તેમાં પ્રગતિ થશે. આજે કોઈ મોટી સફળતા તમારા હાથમાં આવી શકે છે. અંગત સંબંધોમાં મજબૂતી આવશે, પરંતુ પરિવારની કોઈ મહિલા સભ્ય સાથે વૈચારિક મતભેદને કારણે તણાવ પેદા થઈ શકે છે. આજે તમારી કામ કરવાની શક્તિ અને ઉત્સાહ ચરમસીમા પર રહેશે, જે તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. જીવનસાથી આજે તમારી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાના કાર્યો સાથે નામ કમાવવાનો રહેશે.  સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો, જેનાથી તમારું સન્માન વધશે. કોઈ વિશેષ વ્યક્તિનો સહયોગ તમારા કામને સરળ બનાવશે. વધુ પડતી સામાજિક વ્યસ્તતા તમારા વ્યવસાયિક કામ પર નકારાત્મક અસર પાડી શકે છે. ધીરજ રાખો અને સમયને તેનું કામ કરવા દો. નાણાકીય સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. સંતાન તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી પૂરી કરી શકો છો. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુકનિયાળ રહેવાનો છે. આજે તમારા વ્યવસાયિક પ્રયત્નો સફળ થશે અને આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. શાસન અને સત્તા તરફથી પૂરતો સહયોગ મળશે. આજે તમે જે લોકોને મળશો તે તમને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

કુંભઃ

આ રાશિના જાતકોને આજે પોતાની નિર્ણય લેવાની ક્ષમતા અને સારી લીડરશિપ ક્વોલિટીથી લોકોનું દિલ જિતી શકશો. આજે જૂના લીધેલા નિર્ણયો આજે તમને શ્રેષ્ઠ ફળ આપશે. રચનાત્મક પ્રયાસો સફળ જશે. જીવનસાથી અને બાળકો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો, જેનાથી સંબંધોમાં મધુરતા આવશે. આંખને લગતી કોઈ સમસ્યા (નેત્ર વિકાર) પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. પ્રવાસ સુખદ રહેશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે મનચાહ્યો નફો થતાં તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. 

મીન:

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારી આર્થિક અને વ્યવસાયિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. પેતૃક સંપત્તિ મળવાના યોગ છે, જે તમારી સુખ-સુવિધામાં વધારો કરશે. તબિયત બાબતે સહેજ પણ બેદરકારી ન રાખવી. માદક પદાર્થો કે વ્યસનથી દૂર રહેવું હિતાવહ છે. સંતાન અથવા શિક્ષણને લગતી કોઈ બાબત આજે માનસિક તણાવનું કારણ બની શકે છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા પીળી વસ્તુનું દાન કરવું પડશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આજે મીઠાશ જળવાઈ રહેશે.