Thu Jan 01 2026

Logo

White Logo

ચીની રાશિફળ 2026: Year of the Horse : કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે? જાણો તમારું ભવિષ્ય....

23 hours ago
Author: Darshana Visaria
Video

વૈદિક પંચાગ, ગ્રહ તારાની સ્થિતિની આધારે 2026નું વર્ષ તમારા માટે કેવું રહેશે એ તો તમને અત્યાર સુધી જાણી જ લીધું હશે. પરંતુ આજે આપણે અહીં ફોર એ ચેન્જ ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2026નું નવું વર્ષ તમારા માટે કેવું રહેશે એ વિશે વાત કરીશું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ ચીની જ્યોતિષશાસ્ત્રમાં રાશિઓ પ્રાણીઓના નામ પર હોય છે, ત્યારે ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિ કઈ છે અને 2026નું વર્ષ કેવું રહેશે એ જાણવું ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહેશે.   

ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નવું વર્ષ 2026 અશ્વ એટલે કે ઘોડાને સમર્પિત છે. ચીની સંસ્કૃતિમાં ઘોડાને જુસ્સાદાર, સ્વતંત્ર અને જીવંત સ્વભાવનું પ્રતીક માનવામાં આવે છે. 2026નું નવું વર્ષ ઘોડાને સમર્પિત હોવાથી આ વર્ષને 'યર ઓફ ધ ફાયર હોર્સ' (Year of the Fire Horse) તરીકે ઓળખવામાં આવશે, જે પરિવર્તન, સર્જનાત્મકતા અને સીમાઓ તોડીને આગળ વધવાની પ્રબળ ઈચ્છાશક્તિને દર્શાવે છે. 

ચાલો નજર કરીએ ચીની રાશિફળ 2026 અનુસાર તમારી રાશિ માટે આવતીકાલથી શરૂ થનારું વર્ષ કેવું રહેશે.

ઉંદર:
(વર્ષ: 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020) 
આ વર્ષ તમારા જીવનમાં અનેક બદલાવ લાવશે. જો તમે પરિસ્થિતિઓને સ્વીકારશો તો પ્રગતિ અને પ્રમોશનની ઉત્તમ તકો મળશે. આવકમાં વધારો થશે, પરંતુ જોખમી રોકાણ અને બિનજરૂરી ખર્ચથી બચવું હિતાવહ છે.

બળદ:
(વર્ષ: 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021) 
કરિયરમાં સતત પ્રગતિ થશે. આર્થિક લાભ માટે આયોજનબદ્ધ રીતે ચાલવું પડશે. સંબંધોમાં મજબૂતી લાવવા માટે પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે.

વાઘ:
(વર્ષ: 1950, 1962, 1974, 1986, 1998, 2010, 2022) 
સાહસિક નિર્ણયો લેવા માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. કરિયરમાં નવા વિચારો અપનાવવા પડશે, પરંતુ ઉતાવળિયા નિર્ણયોથી નુકસાન થઈ શકે છે. સંબંધોમાં સ્થિરતા લાવવા માટે ધીરજ રાખવી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સસલું:
(વર્ષ: 1951, 1963, 1975, 1987, 1999, 2011, 2023) 
આ વર્ષે અચાનક પરિવર્તનો આવી શકે છે. કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવા માટે મુત્સદ્દીગીરી અપનાવવી પડશે. વિવાદોથી દૂર રહો અને આર્થિક સ્થિરતા માટે માત્ર વિચારેલી યોજનાઓ પર જ અમલ કરો.

ડ્રેગન:
(વર્ષ: 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024) 
નિજી અને પ્રોફેશનલ લાઈફમાં સાહસિક પગલાં ભરવા માટે પ્રેરણા મળશે. નવા વ્યવસાયની શરૂઆત કે નેતૃત્વની જવાબદારી મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પરસ્પર સન્માન વધશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.

સાપ:
(વર્ષ: 1953, 1965, 1977, 1989, 2001, 2013, 2025) 
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી કંઈક નવું કરવાનો આ સમય છે. કરિયર ઝડપથી આગળ વધશે, પરંતુ ઓફિસ પોલિટિક્સથી સાવધ રહેવું. રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

ઘોડો:
(વર્ષ: 1942, 1954, 1966, 1978, 1990, 2002, 2014, 2026)
આ વર્ષ ઘોડા એટલે કે અશ્વને સમર્પિત છે અને એને કારણે આ રાશિના લોકો માટે અત્યંત શક્તિશાળી રહેશે. ઉર્જામાં વધારો થશે અને કરિયરમાં સુવર્ણ તકો મળશે. બિઝનેસમાં નવા સ્ત્રોતોથી ધનલાભ થશે, પરંતુ જોખમી સોદા ટાળવા તમારા માટે હિતાવહ રહેશે.

ઘેટું:
(વર્ષ: 1943, 1955, 1967, 1979, 1991, 2003, 2015) 
કાર્યસ્થળ પર કામનું ભારણ વધશે, જેનાથી થાકનો અનુભવ કરશો. જો તમે ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. આ વર્ષે કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો નુકસાન થવાના એંધાણ છે.

વાંદરો:
(વર્ષ: 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016) 
જીવનમાં આવતી મુશ્કેલીઓને સમજદારીથી હલ કરવી પડશે. નોકરીમાં અચાનક પરિવર્તન લાભદાયી રહેશે. આર્થિક સ્થિરતા માટે ખર્ચ પર કાબૂ રાખવો અને યોજનાબદ્ધ રીતે આગળ વધવું.

મરઘો: 
(વર્ષ: 1945, 1957, 1969, 1981, 1993, 2005, 2017) 
આ વર્ષ શાનદાર તકો લઈને આવશે. કરિયરમાં આવેલો અચાનક બદલાવ તમને સફળતાના શિખરે લઈ જશે. આર્થિક જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે, તેથી રોકાણ બાબતે ખાસ સાવધાની રાખવી પડશે. 

શ્વાન:
(વર્ષ: 1946, 1958, 1970, 1982, 1994, 2006, 2018) 
નવું વર્ષ તમને કંઈક નવું શીખવાની તક આપશે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને લીધેલા નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહેશે. નવા સ્ત્રોતોમાં રોકાણ કરી શકો છો, પણ જોખમ લેતા પહેલા વિચારજો.

સુવરઃ
(વર્ષ: 1947, 1959, 1971, 1983, 1995, 2007, 2019) 
જીવનમાં ઝડપી પરિવર્તનો આવશે. કરિયરમાં આ વર્ષે તમારે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે નાની-મોટી ગેરસમજ કે તણાવ થઈ શકે છે, તેથી સંવાદ જાળવી રાખવો.