Thu Jan 01 2026

Logo

White Logo

આજનું રાશિફળ (01-01-26): 2026ના પહેલાં જ દિવસે અપરંપાર લાભ થઈ રહ્યો છે આ ત્રણ રાશિના જાતકોને, : જોઈ લો તમારી રાશિ પણ છે ને?

21 hours ago
Author: Darshna Visaria
Video

મેષઃ 

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખુશીઓથી ભરપૂર રહેશે. આજે તમારા ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. ઘર-ગાડી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. કરિયરમાં આ સમયે તમને સફળતા મળી રહી છે. લોકો પર તમારો પ્રભાવ વધી રહ્યો છે અને નવા નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોકાણ કરવાથી આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. આજે તમારી પાસે વધારાના પૈસા કમાવવાની સાથે સાથે રોકાણ કરવાની નવી નવી તક સામે આવી શકે છે. માનસિક દબાણ ઘટશે. દેવામાંથી મુક્તિ મળશે. નોકરી અને બિઝનેસની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે. 

વૃષભઃ 

આ રાશિના જાતકો માટે આજે વર્ષનો પહેલો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો વાત વણસી શકે છે. આજે અચાનક આવી પડેલાં કોઈ ખર્ચને કારણે તમારું બજેટ ખોરવાઈ જશે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જઈ શકો છો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. આર્થિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને આ આત્મવિશ્વાસના જોરે જ તમે અશક્ય લાગતા કામ પણ સરળતાથી પૂરા કરી શકશો. બિઝનેસ કરી રહેલાં જાતકોની કોઈ મોટી ડિલ આજે ફાઈનલ થઈ શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે થોડો સમય કાઢવો પડશે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકોને આજે અધ્યાત્મ અને ધાર્મિક કાર્યમાં રૂચિ વધી રહી છે. ઘર-પરિવારમાં આજે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતાં ઘરે મહેમાનોની અવરજવર રહેશે. કામના સ્થળે આજે તમારા પર કામ અને જવાબદારીઓ બંને વધશે. પરંતુ તમે તમારી કુનેહને કારણે તમે તમામ જવાબદારી સરળતાથી પૂરી કરશો. બોસ પણ તમારી મહેનતથી આજે ખુશ થશે અને તમારા કામના વખાણ કરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ આજે તમે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. 

સિંહઃ 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને લગ્ન માટેની વાતો આગળ વધશે. કોઈ પારિવારિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આજે બધા સાથે મળીને બેસીને એ વાતનો ઉકેલ લાવવો પડશે. જીવનસાથીની કોઈ વાત આજે તમને ખોટી લાગી શકે છે, પરંતુ તમે જતું કરશો. નોકરી કરી રહેલાં જાતકોએ આજે પોતાની આસપાસના લોકોથી ખાસ સાવધ રહેવું પડશે, નહીં તો તેઓ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. 

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે વાણીમાં નમ્રતા જાળવી રાખવી પડશે, નહીંતર પરિવારમાં વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ રહેશે. મિલકતને લગતા વિવાદો ઉકેલાવાની શક્યતા છે. જૂના મિત્રોની મુલાકાતથી જૂની યાદો તાજી થશે. બિઝનેસ કરી રહેલાં જાતકોની લાંબા સમયથી અટકી પડેલી કોઈ ડીલ આજે ફાઈનલ થઈ રહી છે, જેને કારણે તેમની ચિંતા દૂર થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે. આસપાસમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તમારે એનાથી દૂર જ રહેવું પડશે, નહીં તો વાત વણસી શકે છે. 

તુલાઃ 

તુલા રાશિ માટે આજનો દિવસ વૈભવ અને સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો. વિદેશથી ધનલાભ કે સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કુંવારા લોકો માટે આજે સારા સારા માંગા આવી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ વગેરે પર જઈ શકો છો. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો તેનો ઉકેલ પણ લાવવો પડશે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સુસ્ત અને આરામ કરવા માટેનો રહેશે. આજે તમારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. તમારા કામમાં અડચણ આવી શકે છે પણ ધીરજથી કામ લેવું. પારિવારિક સહયોગથી મુશ્કેલીઓનો ઉકેલ લાવશો. આજે કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં તમારે ખૂબ જ વિચારવું પડશે. માતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથે મળીને તમે આજે સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. 

ધનઃ

ધનુ રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆત અત્યંત શુભ અને સકારાત્મક્તાથી ભરપૂર રહેવાની છે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમને તમારા દરેક કામમાં સફળતા મળશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જીવનસાથી તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરશે અને તમે એ માગણી અવશ્ય પૂરી પણ કરશો. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાગદોડથી ભરપૂર રહેશે. આજે તમારે તમારા કામની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢી શકશો. વેપારમાં આવક વધશે પણ સાથે ખર્ચ પણ તૈયાર રહેશે. મનમાં થોડી ચિંતા રહેશે પણ સાંજ સુધીમાં બધું થાળે પડી જશે. મિત્રો કે પરિવારના સભ્યો સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

કુંભઃ

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે એક પછી એક તમારી સામે નવા નવા પડકારો આવી રહ્યા છે. નવી નોકરીની શોધમાં હોવ તો આજે સારી તક મળી શકે છે. શેરબજાર કે લોટરીથી દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને પેટના રોગ પરેશાન કરી શકે છે. ઘર-પરિવારમાં પણ આજે થોડો તાણભર્યો માહોલ રહેશે. કોઈ પાસેથી આજે પૈસા ઉધાર લેવાનું ટાળો, નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે વાહન ચલાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો અકસ્માત વગેરે થવાની પૂરેપૂરી શક્યતા છે. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામની યોજના બનાવીને આગળ વધવાનો રહેશે. આજે તમારો ઝુકાવ ધાર્મિક અને અધ્યાત્મિક બાબતોમાં વધારે રહેશે. લાંબા સમયથી કોઈ જગ્યાએ અટકી પડેલાં પૈસા આજે પાછા મળી શકે છે. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ પણ કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. વિદેશ જવા માંગતા લોકોની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. આજે તમારા બેંક બેલેન્સમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.