Fri Jan 02 2026

Logo

White Logo

કૅરટેકરે જ કરી સિનિયર સિટીઝનના બૅન્ક : ખાતામાંથી 15 લાખની ઉચાપત

2 hours ago
Author: Yogesh C Patel
Video

થાણે: મોબાઈલ ફોન અને ડિજિટલ બૅન્કિંગ સેવાનો દુરુપયોગ કરી સિનિયર સિટીઝનના બૅન્ક ખાતામાંથી લગભગ 15 લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા બદલ પોલીસે કૅરટેકર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ડોમ્બિવલીમાં રહેતા વૃદ્ધની પુત્રીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી રોહન રાજભર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીના 69 વર્ષના પિતાની સંભાળ માટે આરોપીને નવેમ્બરથી ડિસેમ્બર, 2025 દરમિયાન કામે રાખવામાં આવ્યો હતો. આ સમયગાળામાં રાજભરે ફરિયાદીના પિતાનો મોબાઈલ ફોન મેળવી બૅન્કિંગ ડિટેઈલ્સને આધારે નાણાંની ઉચાપત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીના પિતાની જાણબહાર તેમના બૅન્ક ખાતામાંથી 14.97 લાખથી વધુ રૂપિયા વિવિધ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા સિનિયર સિટીઝનના બૅન્ક ખાતાની તપાસ કરવામાં આવતાં આ ભોપાળું સામે આવ્યું હતું.

આ પ્રકરણે ડોમ્બિવલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સિનિયર સિટીઝનના બૅન્ક ખાતામાંથી થયેલી નાણાંની લેવડદેવડ અને જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયાં તેની વિગતો પોલીસ મેળવી રહી છે. એ સિવાય આ ઉચાપતમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)