મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસના મિશ્ર વલણ વચ્ચે આઇટીસી સહિત સિગારેટ ઉત્પાદક કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટીની જાહેરાત કરી છે જે ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. આ ડ્યુટી સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર લાદવામાં આવેલા 40 ટકા જીએસટી ઉપરાંત છે. ગોડફ્રે ફિલિપ્સ અને આઈટીસી લિમિટેડના શેર બે દિવસમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યાર તેના પગલે એલઆઇસીના પણ નુકસાન થયું છે.
એલઆઈસીની સંપત્તિમાં બે દિવસમાં રૂપિયા 11,000 કરોડનો ઘટાડો
જેમાં ગુરુવારે આઈટીસી લિમિટેડના શેર 10 ટકા ઘટ્યા હતા અને આજે શુક્રવારે તે રૂપિયા 349 પ્રતિ શેર પર 4 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. આ નોંધપાત્ર ઘટાડાથી રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે. જ્યારે એલઆઈસીનું આઈટીસી લિમિટેડમાં પણ નોંધપાત્ર રોકાણ છે જેના કારણે તેને બે દિવસમાં નોંધપાત્ર નુકસાન થયું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, ભારતીય જીવન વીમા નિગમનો આઈટીસીમાં 15.86 ટકા હિસ્સો ધરાવે છે. જે બીજા ક્રમનો સૌથી મોટો હિસ્સો છે. જેના લીધે એલઆઈસીની સંપત્તિમાં બે દિવસમાં રૂપિયા 11,000 કરોડનો ઘટાડો થયો છે.
એલઆઈસીએ આઈટીસીમાં 15 ટકાના રેન્જમાં હિસ્સો જાળવી રાખ્યો
આ પૂર્વે બુધવારે બુધવારે આઈટીસીમાં એલઆઈસીનો હિસ્સો 80,079.84 કરોડ રૂપિયાથી ઘટીને 69,498.57 કરોડ રૂપિયા થઈ ગયો. જે બે દિવસમાં 10,581 કરોડ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. એલઆઈસીએ વર્ષ 2017 થી આઈટીસીમાં તેનો હિસ્સો 15 થી 16 ટકાની રેન્જમાં જાળવી રાખ્યો છે.
આજે શેરનો ભાવ નીચા સ્તરે પહોંચી ગયો
આઈટીસીનું બજાર મૂડીરોકાણ પણ ઘટીને રૂપિયા 4,55,991 કરોડ થયું છે. આજે શેરનો ભાવ નીચા સ્તરે પહોંચી ગયો છે. જે પ્રતિ શેર રૂપિયા 345.25 પર પહોંચી ગયો છે. આઈટીસી શેર માટે 52 અઠવાડિયાની ઊંચી સપાટી રૂપિયા 471.50 પ્રતિ શેર છે. આ ઉપરાંત ટોબેકો મેન્યુફેક્ચરર્સ (ઇન્ડિયા) આઇટીસીમાં 17.79 ટકા હિસ્સો ધરાવે છે અને એફએમસીજી કંપનીમાં સૌથી મોટો શેરધારક છે.જ્યારે મુખ્ય શેરધારકોમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ 3.26 ટકા હિસ્સો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ 2.28 ટકા હિસ્સો, GQG પાર્ટનર્સ ઇમર્જિંગ માર્કેટ્સ ઇક્વિટી ફંડ 2.10 ટકા હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1.73 ટકા હિસ્સો ધરાવે છે.