Thu Jan 01 2026

Logo

White Logo

મુંબઈમાં ચૂંટણી માટે કુલ : ૧૦, ૨૩૧ મતદાન મથકો રહેશે

1 hour ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૦૨૫-૨૬ માટે મુંબઈના કુલ ૧ કરોડ ૩ લાખ ૪૪ હજાર ૩૧૫ મતદાતાઓ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે. એ માટે મુંબઈમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦,૨૩૧ મતદાન મથકો ઉભા કરવામાં આવવાના છે, જેમાં શાળાઓ, કોલેજો, સરકારી/અર્ધ-સરકારી ઇમારતો, હાઉસિંગ સોસાયટી અને ખાનગી ઇમારતોનો સમાવેશ થાય છે.
પાલિકાના મકમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી  ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે મતદાન મથકો દરેક વોર્ડમાં વસ્તી, મતદારોની સંખ્યા અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓનું પાલન કરીને મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ૨૨૭ વોર્ડવાર મતદાન મથકોની અંતિમ યાદી પ્રકાશિત કરવામાં આવી છે.  મતદારોને મતદાનના દિવસે કોઈપણ પ્રકારની મૂંઝવણ કે અગવડતા ટાળવા માટે, મતદારોએ અગાઉથી તેમના નામ યાદીમાં ચેક કરી લેવાની અને મતદાન મથક કયા છે તે જાણી લેવાની સલાહ પણ આપવામાં આવી છે, તેમ જ  તેમનું સંબંધિત  કયું છે. 

બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્ર હેઠળના મતદારો માટે સાત ઝોનમાં ૨૪ એડમિનિસ્ટ્રેશન ઓફિસ અને ૨૩ કેન્દ્રીય મતદાન મથકો અનુસાર મતદાન માટે કુલ ૧૦,૨૩૧ મતદાન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયામાં કોઈપણ અગવડતા ન પડે તે માટે દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

મતદાન મથકો પર વીજળી પુરવઠો, પીવાનું પાણી, શૌચાલય, રેમ્પ વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસરે તેમનું નિરીક્ષણ અને ચકાસણી કરી છે. મતદારોને તેમના નામ શોધવામાં મદદ કરવા માટે મતદાન મથકો નજીક 'મતદાર સહાય કેન્દ્રો' સ્થાપવામાં આવશે. મતદાન મથકો પર માહિતી બોર્ડ લગાવવા સૂચનાઓ આપવામાં આવી છે. એકંદરે, સરળ, સલામત અને અનુકૂળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્થળોએ અને વિવિધ પ્રકારની જગ્યાઓ પર મતદાન મથકો માટે વ્યાપક અને સુઆયોજિત વ્યવસ્થા કરવામાં આવી છે.

 ભૂતકાળના થયેલી તકલીફને ધ્યાનમાં લેતા, વિવિધ પ્રકારની ઇમારતો અને જગ્યાઓમાં કુલ ૧૦,૨૩૧ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. જેમાંથી ૪,૩૮૬ મતદાન મથકો સરકારી/અર્ધ-સરકારી ઇમારતોમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આમાંથી ૨,૩૮૭ મતદાન મથકો બંધ જગ્યાઓમાં, ૮૮૦ મતદાન મથકો અર્ધ-બંધ જગ્યાઓમાં અને ૧,૧૧૯ મતદાન મથકો ખુલ્લી જગ્યાઓમાં હશે.

 એ ઉપરાંત, હાઉસિંગ સોસાયટી કુલ ૭૦૨ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. આમાંથી ૧૮૧ મતદાન મથકો બંધ જગ્યાઓમાં, ૩૧૨ મતદાન મથકો અર્ધ-બંધ જગ્યાઓમાં અને ૨૦૯ મતદાન મથકો ખુલ્લી જગ્યાઓમાં હશે. આ ઉપરાંત, કુલ ૫,૧૪૩ મતદાન મથકો ખાનગી ઇમારતોમાં સ્થાપિત કરવામાં આવશે. આમાંથી ૨,૭૧૦ મતદાન મથકો બંધ જગ્યાઓમાં, ૧,૩૭૮ મતદાન મથકો અર્ધ-બંધ જગ્યાઓમાં અને ૧,૦૫૫ મતદાન મથકો ખુલ્લી જગ્યાઓમાં હશે