Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાત-મહારાષ્ટ્રને પછાડી ભાજપ શાસિત : આ રાજ્ય આર્થિક વિકાસ દરમાં સૌથી આગળ

3 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે, ભારત 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમિક બનવા તરફ આગળ વધી રહ્યું છે. એવામાં જ્યારે સૌથી ઝડપથી આર્થિક વિકાસ કરતા રાજ્યની વાત આવે, ત્યારે સામાન્ય રીતે ગુજરત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યનું નામ મગજમાં આવે છે. પરંતુ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)દ્વારા જાહેર કરવામાં આવેલા કરેલા આંકડાઓ પરથી જાણવા મળે છે કે છેલ્લા પાંચ વર્ષમાં નોર્થ-ઈસ્ટનાં ટચુકડા રાજ્ય આસામે સૌથી વધુ વૃદ્ધ દર નોંધાવ્યો છે, જ્યારે ગુજરત અને મહારાષ્ટ્ર ટોપ-10ની લીસ્ટમાં પણ નથી.

તાજેતરમાં RBIએ ફુગાવાને સમાયોજિત કરી રિયલ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) એટ કોન્સ્ટન્ટ પ્રાઈઝના છેલ્લા પાંચ વર્ષ માટેના ડેટા જાહેર કર્યા હતાં. નાણાકીય વર્ષ 2020 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે આસામના અર્થતંત્રમાં 45%નો તોતિંગ વધારો નોંધાયો છે, આ સાથે આસામ છેલ્લા પાંચ વર્ષમાં ભારતનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય રહ્યું છે. અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020 માં આસામની GSDP રૂ. 2.4 લાખ કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025 માં વધીને રૂ. 3.5 લાખ કરોડ થઇ હતી. 

આસામના ઝડપી આર્થિક વિકાસમાં કૃષિ, ઓઈલ અને ગેસ ક્ષેત્રએ સૌથી વધુ ફાળો આપ્યો હતો. આસામે નોંધાવેલો આ ઝડપી આર્થિક વિકાસ દર્શાવે છે, એક ભારતના મોટા રાજ્યો ઉપરાંત ઉત્તરપૂર્વનાં રાજ્યો ભારતના વિકાસ યોગદાન આપવા સક્ષમ છે.

છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર ભારતની રિયલ GDPમાં 29% નો વધારો નોંધાયો છે,  નાણાકીય વર્ષ 2020ની ભારતની રિયલ GDP રૂ. 145.35 લાખ કરોડ હતી, જે નાણાકીય વર્ષ 25 માં રૂ. 187.97 લાખ કરોડ થઇ હતી. આમ આસામે રાષ્ટ્રીય વિકાસ દર કરતા ઘણો વધારે વિકાસ દર નોંધાવ્યો હતો.

વિકાસ દર મામલે ટોચના રાજ્યો:
છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ મામલે આસામ બાદ બીજા સાથે તમિલનાડુ રહ્યું, FY 20માં તમિલનાડુની GSDP રૂ.12.4 લાખ કરોડ હતી જે 39% વધીને FY 25માં રૂ.17.3 લાખ કરોડ થઇ હતી. ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને સર્વિસ સેકટરે તમિલનાડુના વિકાસને ટેકો આપ્યો હતો.  

આ યાદીમાં ત્રીજા ક્રમે કર્ણાટક આવે છે, FY 20માં કર્ણાટકની GSDP રૂ.11.5 લાખ કરોડ હતી, જેમાં પાંચમાં  36%નો વધરો નોંધાયો અને FY 25માં રૂ.15.7 લાખ કરોડ પર પહોંચી. કર્ણાટકમાં ટેકનોલોજી સર્વિસ, સ્ટાર્ટઅપ્સ, બાયોટેકનોલોજી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને કારણે મજબુત વિકાસ દર નોંધાયો.
આ યાદીના ચોથા ક્રમે આવેલા ઉત્તર પ્રદેશની GSDP પાંચ વર્ષમાં 35% વધી , જે FY 20માં રૂ. 11.7 લાખ કરોડ હતી અને FY 25માં રૂ.15.8 લાખ કરોડ થઇ હતી. નોંધનીય છે કે યુપી ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે જેને કારણે રાજ્યનું સ્થાનિક બજાર વિશાળ માંગ ધરાવે  છે, રાજ્ય મુખ્યત્વે  કૃષિ આધાર રાખે છે. આ સાથે ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુબજ ઝડપથી વિકસી રહ્યું છે.  

આ યાદીમાં રાજસ્થાન પાંચ વર્ષમાં 34% વૃદ્ધિ સાથે પાંચમાં ક્રમે રહ્યું, ત્યાર બાદ  33%  બિહાર અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે. છત્તીસગઢ અને ઝારખંડે પાંચ વર્ષમાં 31% વૃદ્ધિ નોંધાવી. 30% વિકાસ દર સાથે તેલંગાણા આ યાદીમાં દસમાં ક્રમે રહ્યું.

RBIનો આ રીપોર્ટ દર્શાવે છે કે ભારતની વિકાસગાથામાં હવે માત્ર 2-3 રાજ્યો જ નહીં પણ દરેક રાજ્ય મહત્વનો ફાળો આપી રહ્યું છે. 

ગુજરાતનો વિકાસ ઝાંખો પડ્યો?
આ યાદીમાં ગુજરાત કે મહારાષ્ટ્રનો ટોપ-10 સમાવેશ થતો નથી, જે દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં બંને રાજ્યો વિકાસ ધીમો પડ્યો છે. RBIએ આ મહિનામાં છેલ્લા એક વર્ષમાં (FY 25) સૌથી વધુ નેટ GSDP નોંધાવી હોય એવા રાજ્યોની યાદી પાડી હતી, આ યાદીમાં મહારાષ્ટ્ર ₹45.3 લાખ કરોડની GSDP સાથે સૌથું ઉપર રહ્યું હતું, જ્યારે તમિલનાડુ રૂ.31.1 લાખ કરોડ સાથે બીજા અને કર્ણાટક રૂ.28.8 લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું, ચોંકાવનારી બાબત તો એ છે કે ગુજરાત આ યાદીમાં ટોપ-15ની યાદી પણ ન હતું. 

જ્યારે ગુજરાતને વિકાસના મોડલ તરીકે રજુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતનું આ પ્રદર્શન ચિંતાજનક છે. દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થતા લાખો કરોડો રૂપિયાના MoU ખરેખર અમલમાં આવી રહ્યા છે કે નહીં એ સવાલ છે?