મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. કામના સ્થળે આજે તમારા પર કામનું દબાણ વધી શકે છે, પણ તમે તમારી નિષ્ઠા અને કર્તવ્યબદ્ધતા સાથે દરેક જવાબદારી અને કામ પૂરા કરશો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ ટાળવો. પરિવાર સાથે સાંજનો સમય સુખદ રહેવાનો છે. આજે તમે ઘરમાં કોઈ જરૂરી મહત્ત્વની ખરીદી કરશો. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે પાર્ટનરશિપ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાનના કરિયરને લઈને તમે આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.
વૃષભઃ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક અને આર્થિક લાભ લઈને આવી રહ્યો છે. જો તમે ભૂતકાળમાં કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો એનાથી પણ તમને લાભ થઈ રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોની મુલાકાત આજે કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે અને આ મુલાકાતથી તમને ભવિષ્યમાં લાભ થવાની શક્યતા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થતાં
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આજે તમને માનસિક તાણ કે ટેન્શન અનુભવાશે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ અને મેડિટેશનનો સહારો લેવો પડશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે. આજે તમને તમારી વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો વાદ-વિવાદ થવાની શક્યતા છે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમારે કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાથી બચવું પડશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકે છે. લાંબા સમયથી જો કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો આજે એ અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. સામાજિક પ્રસંગોમાં જવાનો અવસર મળશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમે તમારા મિત્રો સાથે કોઈ જગ્યાએ બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો સફળતા મળી શકે છે. પિતા અથવા વડીલોનું માર્ગદર્શન તમારા માટે વરદાન સાબિત થશે. અહંકારને કારણે કોઈ સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ સિવાય બીજી કોઈ બાબતો પર ધ્યાન આપવું નહીં. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકોની કોઈ મોટી અટકી પડેલી ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં રસ વધારનારો રહેશે. આજે કોઈ લાંબી મુસાફરી પર જવાની યોજના બની શકે છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે તમને લાભ થઈ રહ્યો છે. વેપારીઓ માટે આજનો દિવસ પ્રગતિ અને સફળતા લઈને આવશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે તેમના કામને કારણે વાહવાહી અને પ્રમોશન વગેરે મળી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, નહીંતર અકસ્માત થવાનું જોખમ છે. આજે તમારે તમારી આસપાસના શત્રુઓથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
તુલાઃ
આ રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. આજે તમારી વાણીમાં રહેલી મિઠાશ તમારા બગડતાં કામ પણ બનાવશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે પાર્ટનર સાથે મતભેદ થશે, પણ તેમણે વાતચીતથી તેનો ઉકેલ લાવવો પડશે. વૈવાહિક જીવનમાં મીઠાશ રહેશે. માતા-પિતાના આશિર્વાદ લઈને આજે તમે કોઈ પણ કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં જાતકોને આજે કોઈ મોટો ઓર્ડર વગેરે મળી શકે છે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો આજે પાર્ટનરશિપમાં બિઝનેસ કરશે તો તેમને લાભ થઈ રહ્યો છે. દરેક કામમાં જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમે આત્મવિશ્વાસના જોરે અશક્ય લાગતા કામને પણ સમય પર પૂરા કરશો. કોઈ જગ્યાએ જો તમારા પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળવાની શક્યતા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે પણ આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે કે પ્રિયપાત્ર સાથે ખટપટ થઈ હોય તો તમારે વાતચીતથી આજે એનો ઉકેલ લાવવો પડશે.
ધનઃ
ધન રાશિના જાતકોએ આજે પોતાના વિરોધીઓ ખાસ સાવધ રહેવાની જરૂર છે. આજો કોર્ટ-કચેરીના કેસમાં તમારી જીત થઈ શકે છે. કામના સ્થળે આજે તમે તમારી જાતને પુરવાર કરશો. લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે સરળતાથી લોન મળી રહી છે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને આજે તેમના કામને કારણે નવી ઓળખ મળી રહી છે. શેરબજારમાં રોકાણ કરવા માટે અનુકૂળ દિવસ છે. આજે તમારી ભૂતકાળની કોઈ ભૂલ સામે આવી શકે છે. જીવનસાથી તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એમની એ માંગણી પૂરી પણ કરશો.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મક અને ક્રિયેટીવિટી સાથે સંકળાઈને નામ કમાવવાનો રહેશે. આજે પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. નવી વસ્તુઓ શીખવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સંતાન પક્ષે અભ્યાસમાં પ્રગતિ થશે. સાંજ આનંદમાં પસાર થશે. ઘરના રિનોવેશનની યોજના બનાવી શકો છો. આજે કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. આજે કોઈને કોઈ વચન આપ્યું હશે તો તમારે એ કોઈપણ ભોગે પૂરું કરવું પડશે. આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે માટે આજનો દિવસ પારિવારિક ખટપટ અને માનસિક તાણ લઈને આવી રહ્યો છે. તમારે આ સ્થિતિમાં શાંતિ અને ધીરજથી કામ લેવું પડશે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. માતાને જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હશે તો તેમાં આજે સુધારો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોએ આજે પોતાના કામ પર ફોકસ કરવું પડશે. ઉપરી અધિકારી તમારી નાનકડી ભૂલને કારણે તમને ઠપકો વગેરે આપી શકે છે. તમારે વાતનું ખોટું લગાવ્યા વિના પ્રયાસો કરવા પડશે તો જ સફળતા મળી રહી છે.
મીનઃ
મીન રાશિના જાતકો આજનો દિવસ સાહસ અને મહેનતથી તમે અશક્ય કામને પણ શક્ય બનાવી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. કોઈ ટૂંકી યાત્રા લાભદાયી રહેશે. વ્યાપારમાં નવી વ્યૂહરચના બનાવશો તો મોટો ફાયદો મળી શકે છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરશો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે શેર કરતાં પહેલાં ખૂબ જ સમજવું અને વિચારવું પડશે. બોસ આજે તમારા કામના વખાણ કરી રહ્યા છે.