Mon Dec 08 2025

Logo

White Logo

અહીં ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં સંજુ સૅમસને (28 બૉલમાં 46 રન) મુંબઈ સામે ઓપનિંગમાં રમીને કેરળને જીતનો પાયો નાખી આપ્યો હતો. : કેરળના 5/178ના સ્કોરમાં વિષ્ણુ વિનોદ (43 અણનમ) અને શરાફુદ્દીન (35 અણનમ)ના પણ યોગદાનો હતા

3 days ago
Video

રાજકોટઃ રાજકોટમાં આવેલા ક્રિસ્ટલ મોલમાં લાળો ફિલ્મના પ્રમોશન વખતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક બાળકીનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. જેથી 3 ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને મોલના મેનેજર સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ક્રિસ્ટલ મોલ અફરાતફરી મામલે કોની મુશ્કેલીઓ વધી વધશે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ પોલીસે આ મામલે લાલો ફિલ્મનાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કલાકારોને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. લાલો ફિલ્મનાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કલાકારોને પોલીસ સ્ટેશન નિવેદન આપવા માટે નોટિસ આપી છે. એટલું જ નહીં પરંતુ જો તેમના નિવેદન યોગ્ય નહીં લાગે તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

મોલ મેનેજમેન્ટ સાથે ફિલ્મના આયોજકોની પણ જવાબદારી બને

આ મામલે પોલીસનું કહેવું છે કે, આ ઘટનાની જવાબદારી માત્ર મોલ મેનેજમેન્ટની નહીં, પરંતુ ફિલ્મના આયોજકોની પણ બને છે. કોઈ પણ ફિલ્મના પ્રચાર માટે જાહેર જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી વખતે ભીડ વ્યવસ્થાપન અને સલામતીના નિયમોનું કાયદેસર પાલનકરવાનું હોય છે, તેમાં કોઈ પણ પ્રકારની ચૂક કે બેદરકારીને નજરઅંદાજ કરી શકાય નહીં.

નિવેદનો સંતોષકારક નહીં લાગે તો ફરિયાદ નોંધાશે

ક્રિસ્ટલ મોલમાં થયેલા અફરાતફરીના માહોલમાં એક બાળકીનો જીવ જોખમમાં મુકાયો હોવાથી પોલીસે આ મામલે ગંભીર તપાસ શરૂ કરી હતી. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, પૂછપરછમાં જો નિવેદનો સંતોષકારક નહીં લાગે અને જાહેર કાર્યક્રમ માટે જરૂરી નિયમોના ભંગની પુરતી સાબિતી થશે, તો તેમની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે.