2025નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યું કારણ કે આ અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કરીને શુભાશુભ યોગ બનાવ્યા હતા. હવે વર્ષના અંતમાં પણ આવું એક મહત્ત્વનું ગોચર થઈ રહ્યું છે. ડિસેમ્બરના અંતમાં સુખ, સ્મૃતિ અને સુંદરતાના કારક એવા શુક્ર નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જોકે, એ પહેલાં શુક્ર રાશિ પરિવર્તન કરશે. હાલમાં વૃશ્ચિર રાશિમાં બિરાજમાન છે અને 20મી ડિસેમ્બરના તે ધન રાશિમાં ગોચર કરશે, જ્યાં તે સૂર્ય સાથે યુતિ કરીને શુક્રાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. આમ એક જ મહિનામાં શુક્ર રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શુક્ર 30મી ડિસેમ્બરના રોજ રાતે 10.05 કલાકે ગોચર કરીને પૂર્વાષાઢ નક્ષમાં ગોચર કરી રહ્યા છે. શુક્ર ખુદ આ નક્ષત્રના અધિપતિ છે અને શુક્રના ગોચરને કારણે અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. શુક્રનું આ નક્ષત્ર અને રાશિ પરિવર્તન ખૂબ જ શુભ રહેવાનું છે અને એમાં નવા વર્ષની શરૂઆત પહેલાં આ આ પરિવર્તન થઈ રહ્યું છે એટલે તેની અમુક ચોક્કસ રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વર્ષના અંતમાં 10 દિવસમાં શુક્રનું થઈ રહેલું રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેવાનું છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે તમે લીધેલા નિર્ણયોથી સકારાત્મકતાનો અનુભવ કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. નાણાંકીય દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. તમામ મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ સમયગાળો પ્રગતિશીલ રહેશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શુક્રનું આ રાશિ અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેશે. કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આ સમયે તમે કેટલાક એવા નિર્ણયો લેશો કે જેનાથી ભવિષ્યમાં લાભ થશે. શેરબજાર કે અન્ય કોઈ પણ ક્ષેત્રે રોકાણ કરશો જેનાથી લાભ થઈ રહ્યો છે. કોઈ પણ કામ કરતાં પહેલાં આ સમયે વરિષ્ઠ અને અનુભવીની સલાહ લેવી પડશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે શુક્રનું આ બેવડું પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેશે. નવી નોકરીની તક પણ સામે ચાલીને આવી શકે છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લાંબા સમયથી નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.