Thu Jan 01 2026

Logo

White Logo

સંસદમાં એકબીજા વિરુદ્ધ આક્ષેપો કરતા : ત્રણ મહિલા રાજકારણીઓ એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા, વિડીયો વાઈરલ

3 weeks ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : દેશના ઉદ્યોગપતિના લગ્નોમાં બોલિવુડ સેલેબ્રીટી દ્વારા ડાન્સ કરવાના અનેક વિડીયો વાયરલ થયા છે.  ત્યારે હવે ઉદ્યોગપતિ નવીન જિંદાલની પુત્રીના લગ્નમાં મહિલા રાજકારણીઓ દ્વારા કરાયેલા ડાન્સનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. સંસદમાં એકબીજા વિરુદ્ધ સતત આક્ષેપો કરતા મહિલા સાંસદો એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. જેમાં ભાજપ સાંસદ કંગના રનોત, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ફિલ્મ ઓમ શાંતિ ઓમના દીવાનગી  સોંગ પર ડાન્સ કરતા નજરે પડ્યા છે. આ ડાન્સમાં નવીન જિંદાલ વચ્ચે ઉભા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

ડાન્સ પ્રેક્ટિસના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા 

તેમજ કંગના રનૌતે થોડા દિવસો પહેલા આ ડાન્સ પ્રેક્ટિસના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો  જેમાં તે નવીન જિંદાલ, મહુઆ મોઇત્રા અને સુપ્રિયા સુલે સાથે ડાન્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે.તેમજ  પોસ્ટના કેપ્શનમાં લખ્યું, હા, સાથી સાંસદો સાથે ફિલ્મી ક્ષણો. નવીન જિંદાલજીની પુત્રીના લગ્ન સંગીત માટે રિહર્સલ કરી રહી છું.

 ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ

આ પ્રથમ વાર છે જ્યારે આ ત્રણ મહિલા રાજકારણીઓ કોઈ જાહેર કાર્યક્રમમાં આ રીતે સાથે ડાન્સ  કરતા જોવા મળ્યા છે. આ ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.  જેમાં સામાન્ય રીતે  રાજકારણીઓ સંસદમાં એકબીજાના હરીફ માનવામાં આવે છે. તે લોકો લગ્ન જેવા સમારોહમાં સાથે જોવા મળે છે.