દોહા: ગાઝા યુદ્ધવિરામનો પહેલો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે. એવામાં શનિવારે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પ્રથમ તબક્કો પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી ગાઝા યુદ્ધવિરામ ‘નિર્ણાયક ક્ષણ’ પર પહોંચી ગયો છે.
કતારના વડાપ્રધાન થાનીએ દોહામાં એક પરિષદ દરમિયાન કહ્યું કે કે યુ.એસ.ના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીથી બીજા તબક્કાના યુદ્ધ વિરામ કરાર માટે આગળ વધવા દબાણ વધારવા માટે કામ કરી કરવામાં આવી રહ્યું છે.
હમાંસે હજુ પણ એક મૃત બંધકના અવશેષો ઇઝરાયલને સોંપ્યા નથી, બીજી તરફ ઇઝરાયલે ગાઝામાંથી સૌનિકો પાછા ખેંચ્યા નથી, જે યુદ્ધ વિરામના પ્રથમ તબક્કાની શરતોનું ઉલંઘન છે.
કતારના વડાપ્રધાન થાનીએ કહ્યું, "જ્યાં સુધી ઇઝરાયલી દળોની સંપૂર્ણપાને પરત ખેંચવામાં ન આવે, ગાઝામાં ફરી સ્થિરતા ન સ્થપાય, લોકો અંદર-બહાર ન જઈ શકે, ત્યાં સુધી યુદ્ધવિરામ પૂર્ણ થઈ શકે નથી, જે સ્થિતિ આંજે દેખાઈ રહી નથી."
ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલંઘન કર્યું:
નોંધનીય છે કે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પણ ઇઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ગાઝાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ 10 ઓક્ટોબરથી યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઇઝરાયલના હુમલામાં 360 થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકો માર્યા ગયા છે.
તહેતરમાં અલ શિફા હોસ્પિટલે જણાવ્યું હતું કે, ગાઝા શહેરના ઉત્તરપશ્ચિમમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં બે પેલેસ્ટિનિયનોના મોત થયા છે.
બીજા તબક્કાના સંભવિત મુદ્દા:
ગાઝા યુદ્ધ વિરામનો તબક્કો હજુ શરૂ થયો નથી. બીજા તબક્કા હેઠળ ગાઝામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી શકે છે, ગાઝામાં સાશન માટે નવી ટેક્નોક્રેટિક સરકારની રચના કરવામાં આવી શકે છે, હમાસનું સંપૂર્ણ પણે નિઃશસ્ત્રીકરણ અને આખરે ઇઝરાયેલી દળોની ગાઝામાંથી પીછેહઠ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવીશ શકે છે.