મુંબઈ: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની કેમેસ્ટ્રી ફિલ્મી પડદે એકદમ કમાલની રહી છે. ફિલ્મી પડદે થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ધીમે ધીમે તેમની રિલેશનશિપ જગજાહેર બની હતી. અંતે તેમણે ઓક્ટોબર 2025માં તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ તેમના લગ્ન ક્યારે થશે? તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. જોકે, હવે 2025ના અંતે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તારીખ સામે આવી છે.
ઉદયપુરમાં યોજાશે રોયલ વેડિંગ
ફિલ્મી મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, નવા વર્ષે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા રોયલ વેડિંગ કરી શકે છે. જેના માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અન્ય ફિલ્મી સેલિબ્રિટીઓની જેમ આ કપલ પણ રાજસ્થાનમાં પોતાના રોયલ વેડિંગનું આયોજન કરવાનું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 26 જાન્યુઆરી 2026ના રોજ ઉદયપુર ખાતેના એક હેરિટેજ પેલેસમાં રશ્મિકા અને વિજય દેવરકોંડાના લગ્ન યોજાશે.
સગાઈની જેમ જ થશે લગ્ન
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ અગાઉ કેટલાક નજીકના લોકોની હાજરીમાં સગાઈ કરી હતી. તેમના રોયલ વેડિંગ પણ આ જ રીતે થવાના છે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. રસ્મિકા અને વિજયના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના સગાસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવશે. જોકે, લગ્ન બાદ તેઓ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા કલાકારો માટે રિસેપ્શન રાખશે કે નહીં, તેને લઈને કોઈ વાત સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપર ક્યુટ અને પોપ્યુલર કપલમાંથી એક એવા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. રશ્મિકા અને વિજયની સગાઈ બાદ હવે ફેન્સ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નવા વર્ષે આ આતુરતાનો અંત આવશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.