Sun Dec 14 2025

Logo

White Logo

પીએમ સૂર્ય ઘર યોજના: : દેશમાં 25 ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં મોખરે

10 hours ago
Author: Tejas
Video

અમદાવાદઃ ગુજરાતે ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક ક્રાંતિકારી પહેલ કરી છે. ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ પી.એમ. સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે. 

ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ-2027 સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગુજરાતે અત્યારે સુધીમાં આ યોજના હેઠળ કુલ 1886 મેગાવોટ  સોલર ક્ષમતાની 4.96 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપન કરેલ છે જે રાજ્યના લક્ષ્યાંકના 49 ટકાથી વધુ છે જે એક મહત્વની સિધ્ધિ છે. 

ઊર્જાપ્રધાને વિગતે જણાવ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની કામગીરીની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં ચાલી રહેલ યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. રાજ્ય સરકારે  પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, 6 કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.2950ની સહાય તથા 6 કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે. 

તેમણે વધુમાં જણાવવાનું કે આજે ગુજરાત સોલાર રૂફ્ટોપક્ષેત્રે 27 ટકાના યોગદાન સાથે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં રહેણાંક તથા બિન રહેણાંક ક્ષેત્રે સાથે સંકલિત કુલ 6315 મેગાવોટ સોલાર સિસ્ટમોનું સ્થાપન થયેલ છે. જે થકી દર વર્ષે 9386 મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસીટી ઉત્પન થશે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે 6.37 મિલિયન મેટ્રિક ટન કોલસાની બચત થશે, 8.33 મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે.
 
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની સશક્ત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ છે. ગુજરાતે ગ્રાહકોને મુખ્ય હિસ્સેદાર તરીકે ગણીને ગ્રાહક-પ્રથમ અભિગમ અપનાવ્યો છે. ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય છે. જ્યાં સોલાર પોલિસી હેઠળ નેટ મીટરિંગનો અમલ કરવામાં આવે છે. રાજ્યમાં રહેણાંકક્ષેત્રે સોલાર સ્થાપના માટે લોડની કોઈ મર્યાદા નથી. નાગરિકો માટે ઘરે ઉત્પન્ન થતી વધારાની વીજળીની વેચાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોલર સિસ્ટમ ધરાવનાર રહેણાંક વપરાશકર્તાઓને બેંકિંગ શુલ્ક ચૂકવવો પડતો નથી. નાગરિકોને કોઈ પણ પ્રકાર પરેશાની વગર સરળતાથી સોલાર રૂફ્ટોપ યોજનાનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે દરેક બાબતોનું ધ્યાન આપી રહી છે.પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાના અમલીકરણમાં ગુજરાત 25% યોગદાન સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. જાણો કેવી રીતે ગુજરાતે 4.96 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપીને નવો ઇતિહાસ રચ્યો છે.