ગાંધીનગર : ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજયના સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મ્યુલ એકાઉન્ટ નેટવર્કને ઝડપી પાડ્યું છે. જેના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો હોવાનું પુરવાર થયું છે. આ નેટવર્કમાં સમગ્ર ભારતમાં 386 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન થતું હતું. આ નેટવર્કથી રૂપિયા 200 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.
પાકિસ્તાની ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટમાં રૂપિયા 10 કરોડ ટ્રાન્સફર
આ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ગુજરાત સાયબર ટીમે આ નેટવર્કને કાળજી પૂર્વક ટ્રેસ કર્યું હતું. જેમાં ભારતીય રૂપિયાથી લઈને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારનો સમાવેશ થાય છે. આ તપાસમાં પાકિસ્તાની ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટમાં રૂપિયા 10 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું પ્રકાશમાંઆવ્યું છે. જેમાં ભારતીય ખાતાઓમાંથી રૂપિયા 25 કરોડથી વધુ રકમ એકત્રિત રીતે પ્રાપ્ત થઈ છે.
Gujarat Cyber Center of Excellence Cracks Down on Major Cross-Border Cybercrime Network
— Harsh Sanghavi (@sanghaviharsh) November 8, 2025
In a major breakthrough, the Gujarat Cyber Crime Center of Excellence has dismantled a large-scale “Mule Account” network operating across multiple districts Morbi, Surendranagar, Surat, and…
સાયબર ક્રાઈમ અંગે ઝીરો -ટોલરન્સ નીતિ
આ કાર્યવાહી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ અંગે ઝીરો -ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.તેમજ રાજ્ય સરકાર પણ સાયબર ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ વધારવા સતત પ્રોત્સાહન આપે છે. જેના પગલે સાયબર રેકેટને ઝડપવા માટે પોલીસ વધુ કાર્યક્ષમ બની છે.
મ્યુલ એકાઉન્ટ એટલે શું ?
આ સમગ્ર રેકેટમાં વપરાતું મ્યુલ એકાઉન્ટ મુખ્યત્વે છેતરપિંડી કરનારાઓ ગેરકાયદે રીતે મળેલા નાણાને મેળવવા માટે કરે છે. જેમાં ગુનેગારો થર્ડ પાર્ટીના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટીને ખબર પણ હોતી નથી કે તેમના નામે એકાઉન્ટ છે. તેમના ખાતાઓનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરવામાં આવે છે. થર્ડ પાર્ટીની જાણ બહાર તેના ડોકયુમેન્ટના આધારે આવા એકાઉન્ટ ખોલાવવામાં આવે છે.