Mon Dec 15 2025

Logo

White Logo

IRCTC એક્શનમાં: : ત્રણ કરોડથી વધુ એકાઉન્ટ ડિએક્ટિવ કર્યા અને 2.70 કરોડ હંગામી સસ્પેન્ડ...

5 hours ago
Author: Vimal Prajapati
Video

નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરતા પહેલા લોકો ટિકિટ ઓનલાઈન બુક કરતા હોય છે. ટિકિટ બુક કરવા માટે જ્યારે રેલવે વિભાગની આઈઆરસીટીસી એપ ખોલવામાં આવે ત્યારે તેમાં બે વિકલ્પ દેખાતા હોય છે. પહેલું વેઇટિંગ લિસ્ટ અને બીજૂ સોલ્ડ આઉટ! આનું સૌથી માટું કારણ શું તેના વિશે ખાસ જાણકારી પ્રકાશમાં આવી છે. આનું કારણ લાખો 'ડિજિટલ ભૂત' હોવાનું જાણવા મળ્યું છે.આ લોકો બોટ્સ દ્વારા સેકન્ડોમાં બધી ટિકિટો પડાવી લેતા હતા, જેથી સામાન્ય લોકોને ટિકિટ મળી શકતી નથી. પરંતુ હવે આ મામલે રેલવે વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

રેલવે વિભાગે શરૂ કર્યું આઈડેન્ટીટી વેરિફિકેશન અભિયાન

આ ડિજિટલ ભૂતને દૂર કરવા માટે ભારતીય રેલવે વિભાગે એક મજબૂત આઈડેન્ટીટી વેરિફિકેશન શરૂ કર્યું છે. રેલવે વિભાગની આ સિસ્ટમ સફળ થઈ ગઈ છે. કારણ કે, એક બે નહીં પરંતુ 3.03 કરોડ ડિજિટલ ભૂત આઈડેન્ટીટી વેરિફિકેશનમાં ડિટેક્ટ થયાં છે. ડિજિટલ ભૂત એટલે બીજું કોઈ નહીં પરંતુ લાખોની સંખ્યામાં રહેલા નકજી આઈડી. આ આઈડીને બોટ્સ અને દલાલો ઓપરેટ કરી રહ્યાં હતાં. જ્યારે રેલવેની લોકોને સૌથી વધારે એટલે કે તહેવારોમાં આ લોકો મોટી સંખ્યામાં ટિકિટ બૂક કરી લેતા અને પછી વધારે રૂપિયામાં તેની કાળાબજારી કરતા હતાં.

3.03 કરોડથી વધુ નકલી એકાઉન્ટ્સ મળી આવ્યાં

મળતી વિગતો પ્રમાણે ટિકિટ બુકિંગને પારદર્શક બનાવવા માટે રેલવે વિભાગે હવે ઓળખ ચકાસણી શરૂ કરી છે. આના કારણે જે સાચા મુસાફરો છે, જેઓ વાસ્તવમાં મુસાફરી કરવાના છે તેઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. આ ઝુંબેશ દરમિયાન રેલવેએ નકલી આઈડીનો ઉપયોગ કરીને બનાવેલા 3.03 કરોડથી વધુ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે. આ તમામ એકાઉન્ટ્સને રેલવે વિભાગ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહી હજી અહીં બંધ નથી થઈ પરંતુ 2.70 કરોડ એવા એકાઉન્ટ્સ છે, જેમના પર હજી રેલવે વિભાગને શંકાઓ છે. 

રોજના 1 લાખથી વધારે નવા એકાઉન્ટ્સ બની રહ્યાં હતાં

રેલવે વિભાગ દ્વારા આ 2.70 કરોડ એકાઉન્ટ્સને પણ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. રેલવે વિભાગનું કહેવું છે કે, આઈઆરસીટીસી એપ પર રોજના 1 લાખથી વધારે નવા એકાઉન્ટ્સ બની રહ્યાં હતાં. જેમાંથી મોટાભાગના એકાઉન્ટ્સ નકલી હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સંખ્યા ઘટીને માત્ર 5 હજાર પર આવી ગઈ છે. જેના કારણે સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં ફાયદો થવાનો છે. પોતાના સાચી ઓખળ આઈડીથી રેલવેની ટિકિટ બુક કરવામાં સરળતા રહેશે. આ કાર્યવાહીના કારણે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પણ સરળતા રહેવાની છે.