Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતના એસએમઈના આઈપીઓએ : પણ રોકાણકારોને કરાવી કમાણી...

4 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)એ ચાલુ વર્ષમાં આઈપીઓ મારફતે સંપત્તિ ભેગી કરી છે અને રોકાણકારોને પણ નફો કરાવ્યો છે. રાજ્યની 57 નાની કંપનીએ કુલ 2,212 કરોડ એનએસઈ ઈમર્જ અને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ઊભા કર્યા છે. 

એસએમઈ આઈપીઓ સંદર્ભે એક્ટિવ રહેવા મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 62 કંપનીએ રૂ. 3,380 કરોડ ઊભા કર્યા છે. વર્ષ 2024માં જ ગુજરાતની 57 કંપનીએ આઈપીઓ દ્વારા રૂ. 2,088 કરોડ ઊભા કર્યા હતા. આથી એસએમઈ માટે સાનુકૂળ વાતાવરણ 2024થી જ ઊભું થયું હતું, તેમ નિષ્ણાતો જણાવે છે. 

બીએસઈ-એસએમઈ ડેટા અનુસાર ગુજરાતની 33 કંપનીએ ચાલુ વર્ષે રૂ. 1,163 કરોડ આઈપીઓ મારફતે ઊભા કર્યા છે. આ આંકડો વર્ષ 2024માં રૂ. 691 કરોડ અને 2023માં રૂ.238 કરોડ ઊભા કર્યા હતા. 
એનએસઈના ડેટા અનુસાર વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 24 કંપનીએ  રૂ. 1,049 કરોડની વેલ્થ ઊભી કરી હતી. એનએસઈ ઈમર્જ પર કુલ 178 કંપનીએ લિસ્ટિંગ કર્યું હતું.