હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ અહીં કઈ એપની વાત થઈ રહી છે કે જેણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડજેવી એપને પાછળ મૂકી દીધી છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ કે આ વર્ષે લોકોએ સૌથી વધુ ચેટજીપીટી (ChatGPT) એપને સૌથી વધુ ડાઉનલોડ કરી છે અને આ સાથે જ તે દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. ચાલો જોઈએ ટોપ 5માં કઈ કઈ એપ્લિકેશને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે...
એક સમય હતો કે જ્યારે ટિકટોક, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એપનો દબદબો હતો અને હવે ચેટજીપીટીએ આ બધી એપને પાછળ મૂકીને ટોપ એપ્સની રેસમાં નંબર વનની પોઝિશન હાંસિલ કરી દીધી છે. અઢી વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન ચેટજીપીટી દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી એપ બની ગઈ છે.
ટોપ પર છે ચેટજીપીટી
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ વર્ષે જાન્યુઆરી, 2025થી લઈને નવેમ્બર, 2025 સુધી 902 મિલિયન લોકોએ ચેટજીપીટી ડાઉનલોડ કર્યું છે. ચેટજીપીટી લોન્ચ થયા બાદ અત્યાર સુધી કુલ 1.36 બિલિયનથી વધુ વખત આ એપ ડાઉનલોડ કરાઈ ચૂકી છે. ચેટજીપીટી બાદ સૌથી વધારે ડાઉનલોડ કરાયેલી એપી હોય તો તે છે ટિકટોક. 703 મિલિયન સાથે ટિકટોક બીજા નંબર પર છે અને ઈન્સ્ટાગ્રામ 521.6 મિલિયન ડાઉનલોડ સાથે ત્રીજા સ્થાને છે.
વોટ્સએપ અને ફેસબુકની શું છે હાલત?
વાત કરીએ ફેસબુક અને વોટ્સએપ જેવી એપની વાત કરીએ તો બંને એપ અનુક્રમે 404થી 444 મિલિયનની વચ્ચે ડાઉનલોડ મળ્યા હતા. આમ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામે ટોપ-5માં પોતાનું સ્થાન જમાવી લીધું હતું.
આ એપ્લિકેશન પણ ટોપ-10માં મેળવ્યું સ્થાન
ગૂગલ જેમિનીની એપ ટોપ-10માં સામેલ એકમાત્ર બીજી એઆઈ એપ છે જેને લોકોએ 392 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દિવસે દિવસે સતત આગળ વધી રહ્યું છે અને વધુને વધુ લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.
એવી આશા સેવાઈ રહી છે આવતા વર્ષે પણ ચેટજીપીટી પોતાની પકડ બનાવી રાખશે, કારણ કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ લોકો એઆઈનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. એઆઈનું ઈન્ટિગ્રેશન અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝનમાં પોતાની પકડ જમાવી રહ્યું છે.