દુનિયાભરમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો ક્રિસમસ સેલિબ્રેશનના મૂડમાં આવી જાય છે. ક્રિસમસ સેલિબ્રેશનની વાત કરીએ તો ક્રિસમસ ટ્રી, સાંતા ક્લોઝ અને ગિફ્ટ્સ વગેરે વગેરે… પણ શું તમને ખબર છે કે દુનિયાના કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં ક્રિસમસ સેલિબ્રેશન ખૂબ જ અનોખું અને હટકે હોય છે? તમને આ સ્ટોરીમાં આ અનોખી ઉજવણી વિશે જણાવીશું, તો ચાલો રાહ કોની જોવાઈ રહી છે…
તહેવાર એક ઉજવણીના પ્રકાર અનેક
દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર પોતાના અલગ કલ્ચર, સ્ટોરી અને પરંપરા પ્રમાણે ઉજવવામાં આવે છે. કેટલાક દેશોમાં બાળકો માટે ગિફ્ટ્સ, તો કેટલાક દિશોમાં બદીનું દહન કરીને એક નવી શરૂઆત કરવામાં આવે છે. આ તમામ અનોખી પરંપરા જણાવે છે કે કોઈ પણ તહેવાર ઉજવવાની દરેક દેશની અલગ અલગ પરંપરા અને રીત રિવાજો હોય છે, પરંતુ હેતુ તો ખુશહાલી જ હોય છે.
બારી પર મૂકેલા શૂઝમાં ગિફ્ટ્સ અને…
સૌથી પહેલાં વાત કરીએ આઈસલેન્ડની. આઈસલેન્ડમાં ક્રિસમસ લોકકથા અને ટ્રેડિશન સાથે સંકળાયેલી છે. અહીં યૂલ લેન્ડ્સ નામના મસ્તીખોર ભાઈ ક્રિસમસ પહેલાં એક એક કરીને બાળકોને મળવા આવે છે. બાળકો બારી પર શૂઝ રાખે છે અને તેમાં તે નાની નાની ગિફ્ટ્સ મૂકે છે. ત્યાર બાદ ફેમિલી સાથે મળીને ડિનર કરે છે અને ક્રિસમસ સેલિબ્રેટ કરે છે. યુલ કેટની સ્ટોરી પણ અહીં ખાસ માનવામાં આવે છે, જે નવા કપડાં પહેરવાની પરંપરા સાથે કનેક્ટેડ છે.
ક્રિસમસ ઈવ રોમેન્ટિક, કેએફસીની મેજબાની…
આગળ વધીએ અને વાત કરીએ જાપાનની. જાપાનમાં ક્રિસમસ એક મોર્ડન અને ખુશનુમા અંદાજમાં ઉજવવામાં આવે છે. ક્રિસમસ દરમિયાન આખું શહેર રંગબેરંગી લાઈટ્સથી સજી ઉઠે છે અને ક્રિસમસ ઈવને અહીં ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે. અહીં ક્રિસમસ પર કેએફસી ખાવાની પરંપરા ખૂબ જ પ્રખ્યાત છે, જેના માટે લોકો પહેલાંથી ઓર્ડર આપે છે. આ સાથે ક્રીમ અને સ્ટ્રોબેરીથી સજાવેલો ક્રિસમસ કેક પણ ખૂબ જ ખાસ છે.
મારબિંડા પરંપરા, બલિ, પેજર બાંસનું ડેકોરેશન
ઈન્ડોનેશિયામાં પણ ક્રિસમસ ખૂબ જ અલગ અને અનોખી રીતે ઉજવવામાં આવે છે. નોર્થ સુમાત્રામાં બતાક સમુદાય દ્વારા ક્રિસમસ દરમિયાન મારબિંડા પરંપરાનું પાલન કરે છે. આ પરંપરામાં બલિ આપીને સામુહિક ડિનર કરવામાં આવે છે. બાલીમાં ઘરની બહાર પેજર બાંસનું ડેકોરેશન કરવામાં આવે છે. લોકો નેગજોત હેઠળ ઘરમાં બનાવેલું ભોજન એકબીજાને આપે છે. જકાર્તામાં રોબો-રોબો પરંપરા હેઠળ મ્યુઝિક અને પડોશીઓ સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
શેતાન સાથે જૂનું સામાન બાળીને નેગેટિવિટી દૂર કરે
ગ્વાટેમાલાની વાત કરીએ તો અહીં ક્રિસમસ પહેલાં ક્વેમા ડેલ ડિયાબ્લો અને એટલે કે શૈતાનને બાળવાની અનોખી પરંપરા છે. સાતમી ડિસેમ્બરના લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે અને શૈતાનના પૂતળા સાથે જૂનો સામાન બાળે છે, જેથી નેગેટિવિટી દૂર થાય અને અને ગુડ લક આવે. આ સિવાય રસ્તા પર મ્યુઝિક અને વિવિધ આયોજનો આ દિવસને વધારે ખાસ બનાવે છે.
કારાવાકી, કૂકીઝ, ક્રિસ્ટોપ્સોમો બ્રેડ અને બીજું ઘણું બધું…
ક્રિસમસનો તહેવાર ગ્રીસમાં ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. અહીં ક્રિસમસ સેલિબ્રેશન સમુદ્રી પરંપરા સાથે જોડાયેલું છે. રંગબેરંગી લાકડાની નૌકાઓને લાઈટિંગથી સજાવવામાં આવે છે, જેને કારાવાકી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્રિસમસ ઈવ પર બાળકો ઘરે ઘરે જઈને કાલાંડા નામની પારંપારિક કૈરોલ ગવાય છે. ઘરમાં મેલોમાકારોના કૂકીઝ અને ક્રિસ્ટોપ્સોમો બ્રેડ બનાવવામાં આવે છે, જેનાથી ક્રિસમસનો માહોલ એકદમ ખાસ બની જાય છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ વખતે ક્રિસમસ સેલિબ્રેશન પર તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો…