Sun Dec 14 2025

Logo

White Logo

અમદાવાદઃ ચાંદખેડામાં પેલેડિયમ બીઝનેસ હબમાં લાગી આગ, : ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

16 hours ago
Author: vimal prajapati
Video

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યાનો કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની કામાગીરી શરૂ કરી દીધી છે. આગ લાગી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો  છે. હજી જાનહાનિના કોઈ સમાચાર મળ્યાં નથી. 

ધૂમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગી હતી. આગ લાગી હોવાના કારણે લોકોને કોમ્પલેક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. ધૂમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, સારી વાત એ છે કે, આગને ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં જ કાબૂમાં લઈ લીધી હતી. જો કે, આગ શા કરાણે લાગ તેના વિશે હજી કોઈ જાણકારી મળી નથી. આગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

જાનહાનિ ના થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સ્પા સેન્ટરમાં આગ લાગી હતી. આગનો ધુમાડો આખા બિઝનેશ હબમાં ફેલાઈ ગયો હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આગ લાગી હોવાના કારણે પોલીસે આખું કોમ્પ્લેક્ષ ખાલી કરાવી દીધું હતું. આગની આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હજી સુધી પણ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.