Thu Jan 01 2026

Logo

White Logo

નવા વર્ષની ભેટઃ : ગુજરાતમાં IAS અને IPS અધિકારીઓને પ્રમોશન, જુઓ લિસ્ટ

4 hours ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ 2026ના પ્રથમ દિવસે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત  પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા હતા. રાજ્યના 14 વરિષ્ઠ  14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા હતા. 

ક્યા IAS ને મળતી બઢતી

મોના કે. ખંધારને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી. ડો. ટી. નટરાજનને નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે, રાજીવ ટોપ્નોને  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે, મમતા વર્માને  ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે તથા મુકેશ કુમારને  શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા હતા.

DGP ગ્રેડમાં બઢતી
નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી હતી. ડો. પ્રફુલ્લ કુમાર રોશન એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ હતી
ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું હતું.

 IGP ગ્રેડમાં પ્રમોશન
અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું હતું.

DIG ગ્રેડમાં પ્રમોશન 

ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી આપવામાં આવી હતી. બલરામ મીણાને રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી. ડો. કરણરાજ વાઘેલા DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું હતું. એસ.વી. પરમારને કમાન્ડન્ટ (SRPF, મહેસાણા)  DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી. એ.એમ. મુનિયા કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી.