Thu Dec 11 2025

Logo

White Logo

પિતાની નહીં પણ માતાની જાતિ પરથી SC સર્ટિફિકેટ મળ્યું : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

1 day ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પુડૂચેરીની એક સગીરાને તેની માતાની જાતિના આધારે ‘આદિ દ્રવીડ’ના આધાર પર અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત બાળકની જાતિ માનવાના પ્રચલિત નિયમો વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર વિચારણા કરી રહી છે. 

અહેવાલો અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સુર્યકાન્ત અને જોયમલ્લા બાગચિની પીઠે મદ્રાસ હાઇકોર્ટના એ આદેશના રદ્દ કરવાથી ઇનકાર કરી દીધો કે જેમાં સગીરાને એસસી પ્રમાણપત્ર આપવાથી ઇનકાર કરી દીધો હતો. બેન્ચે કહ્યું હતું કે અને કાયદાના પ્રશ્ન મુદ્દે અંતિમ નિર્ણય નથી આપી રહ્યા પરંતુ સગીરાના શિક્ષણએ કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચવું જોઈએ નહિ. 

આ ચુકાદા બાદ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરીને સામાજિક-કાયદાકીય વિમર્શની સંભાવનાઓ પેદા કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે, “બદલાઇ રહેલા જમાનામાં માતાની જાતિ પરથી પણ કેમ પ્રમાણપત્ર ન આપી શકાઈ ? આ ટિપ્પણી એ બાબતનો સંકેત આપે છે કે ભવિષ્યમાં એ બાળકોને પણ પ્રમાણપત્ર મળી શકે છે કે જેમની માતાની જાતિ અનુસૂચિત જાતિ છે. 

આ મામલાની પૃષ્ઠભૂમીને સમજીએ તો સગીરાના માતા આદિ દ્રવિડ સમુદાયમાંથી આવે છે અને તેમને પોતાના ત્રણ બાળકો છે, જેના માટે તેમણે એસસી પ્રમાણપત્રની  માંગ કરી છે. તેમણે તર્ક આપ્યો હતો કે તેમના લગ્ન બાદ તેઓ તેના પિયરમાં રહે છે અને બાળકો ત્યાં જ ભણ્યા ગણ્યા છે તેમજ તેના માતા-પિતા અને દાદા-દાદી એસસી જાતિમાંથી આવે છે.