Thu Dec 25 2025

Logo

White Logo

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન દુર્ઘટના, : ભીડમાં કાર ઘુસતા નવ લોકો ઘાયલ...

Nunspeet   1 day ago
Author: Chandrakant Kanoja
Video

નનસ્પીટ : નેધરલેન્ડમાં સોમવારે  ક્રિસમસ પરેડ  દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ક્રિસમસ પરેડ જોવા ઉભેલા લોકોની ભીડમાં એક કાર ઘુસી ગઈ હતી. જેના લીધે નવ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે ગેલ્ડરેન્ડ પોલીસે જણાવ્યું હતું આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવાના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી. 

ઘટના બાદનો વીડિયો  પ્રકાશમાં આવ્યો

જોકે, આ ઘટના બાદનો વીડિયો  પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાની કાર ખેતરમાં જોવા મળે છે. જેમાં  કારને નુકસાન થયું હતું અને તેને બોનેટ ખુલ્લું હતું. જયારે  નજીકમાં લોકોની ભીડ જોઈ શકાય છે. તેમજ કેટલાક લોકો ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે.

પરેડ બંધ કરી દેવામાં આવી

આ દુર્ઘટના એમ્સ્ટરડેમથી લગભગ 80 કિલોમીટર પૂર્વમાં આવેલા નનસ્પીટ શહેરમાં લોકો ક્રિસમસ લાઇટ્સથી શણગારેલા વાહનોની પરેડ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે  એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બાદ, એલબર્ગ  શહેર વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે પરેડ બંધ કરી દેવામાં આવી છે.

કાર ડ્રાઈવ કરી રહેલી  મહિલાને અટકાયતમાં લેવામાં આવી

જયારે નનસ્પીટના મેયર જાન નાથન રોઝેન્ડાલે ઘટના પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે નનસ્પીટની 56 વર્ષીય મહિલા ડ્રાઇવરને નાની ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર ટ્રાફિક અકસ્માતમાં મહિલાને અટકાયતમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસના ભાગ રૂપે ઉપલબ્ધ વિડીયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.