મુંબઈઃ ભારતીય ક્રિકેટ (India Cricket)માં અગાઉ ક્યારેય કોઈ એક કૅલેન્ડર યરમાં ન જોવા મળી હોય એવી સિદ્ધિ 2025 (Year 2025)ના વર્ષના અંતે જોવા મળી છે જેમાં એક, બે કે ત્રણ નહીં, પણ આઠ કૅટેગરીમાં ભારત અને ભારતીય ક્રિકેટરો વિશ્વભરમાં નંબર-વન રૅન્ક પર છે. બીજી રીતે કહીએ તો ભારત અને ભારતીય ક્રિકેટરો સમગ્ર ક્રિકેટ જગત પર છવાઈ ગયા છે.
ટેસ્ટ અને વન-ડેમાં ભલે ભારત અત્યારે વર્લ્ડ ચૅમ્પિયન નથી, પરંતુ ટી-20માં વિશ્વ વિજેતા છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના રૅન્કિંગમાં આઠ રીતે ભારત અથવા ભારતીય ખેલાડીનું નામ હાલમાં (2025ની સાલના અંતે) મોખરે છે.
2025નું વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી છે અને આ વર્ષમાં ભારતીય ખેલાડીઓએ જે પ્રભુત્વ જમાવ્યું એવું અગાઉ ક્યારેય કોઈ વર્ષમાં નહીં જોવા મળ્યું હોય. વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી અને ટી-20નો એશિયા કપ જીત્યા બાદ હવે ભારતીયોએ 2026ના ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમાનારા ટી-20ના વર્લ્ડ કપ પર નજર માંડી છે.
ભારત અને ભારતીય ક્રિકેટરો શેમાં નંબર-વન?
(1) ભારત મેન્સ વન-ડેમાં નંબર-વન ટીમ, હાઇએસ્ટ 121 રેટિંગ
(2) ભારત મેન્સ ટી-20માં નંબર-વન ટીમ, હાઇએસ્ટ 272 રેટિંગ
(3) રોહિત શર્મા વન-ડેમાં નંબર-વન બૅટ્સમૅન, હાઇએસ્ટ 781 રેટિંગ
(4) અભિષેક શર્મા ટી-20માં નંબર-વન બૅટ્સમૅન, હાઇએસ્ટ 908 રેટિંગ
(5) જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર-વન બોલર, હાઇએસ્ટ 879 રેટિંગ
(6) રવીન્દ્ર જાડેજા ટેસ્ટમાં નંબર-વન ઑલરાઉન્ડર, હાઇએસ્ટ 455 રેટિંગ
(7) વરુણ ચક્રવર્તી ટી-20માં નંબર-વન બોલર, હાઇએસ્ટ 804 રેટિંગ
(8) દીપ્તિ શર્મા ટી-20માં નંબર-વન બોલર, હાઇએસ્ટ 737 રેટિંગ