Sat Dec 13 2025

Logo

White Logo

અન્ડર-19 એશિયા કપમાં : ભારતનો 234 રનથી વિજય

dubai   16 hours ago
Author: Ajay Motiwala
Video

દુબઈ: ભારતની અન્ડર-19 ટીમે દુબઈમાં યુએઇને વન-ડે એશિયા કપના પ્રારંભિક મુકાબલામાં 234 રનના તોતિંગ તફાવતથી હરાવી દીધું છે.

ભારતે છ વિકેટે 433 રન કર્યા હતા જે આ ટૂર્નામેન્ટનો નવો વિક્રમ છે. યુએઇ (UAE)એ જવાબમાં સારી એવી લડત આપીને (પૂરી 50 ઓવર રમીને) સાત વિકેટે 199 રન કર્યા હતા.

ભારત (India) વતી આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાં દીપેશ દેવેન્દ્રએ સૌથી વધુ બે વિકેટ તેમ જ વલસાડના હેનિલ પટેલ, મોડાસાના ખિલાન પટેલ તથા વિહાન મલ્હોત્રાએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતનો 14 વર્ષીય સૂર્યવંશી (171 રન, 95 બૉલ, 14 સિક્સર, નવ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. આખી યુએઇની ટીમ તેના સ્કોરથી માત્ર વધુ 28 રન કરી શકી હતી.

યુએઈ વતી ખાસ કરીને ભારતીય મૂળના બે ખેલાડી પૃથ્વી મધુ (87 બૉલમાં 50 રન) અને ઉદિશ સુરી (106 બૉલમાં અણનમ 78)એ ભારતના વિજયને વિલંબમાં મૂક્યો હતો.