Fri Jan 02 2026

Logo

White Logo

પાકિસ્તાનના આર્મી ચીફ મુનિરની દીકરીનાં લગ્ન મુનિરના સગા ભાઈના દીકરા સાથે થયાં ! : ---

Islamabad   1 hour ago
Author: Devayat Khatana
Video

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનિરની ત્રીજી દીકરી મહનૂરના લગ્ન થઈ ગયા છે. આ લગ્નની ચર્ચા પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં પણ થઈ રહી છે. અસીમ મુનિરે તેની દીકરીના લગ્ન તેના સગા ભત્રીજા સાથે કરાવ્યા છે. મુનિરની દીકરીના લગ્ન તેના જ પિતરાઇ ભાઈ અબ્દુલ રહેમાન સાથે થઈ છે.

અસીમ મુનિરની દીકરીના લગ્નનું આયોજન રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ટોપ રાજકીય, સૈન્યના લોકોની હાજરી રહી હતી. આ લગ્નને પાકિસ્તાનમાં આસીમ મુનીરની શક્તિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કારણ કે તેમાં દેશ-દુનિયાના ૪૦૦ વીઆઈપી મહેમાનો એકઠા થયા હતા.

આસીમ મુનીરે તેમની દીકરીના લગ્ન પોતાના ભાઈ સૈયદ કાસિમ મુનીરના દીકરા અબ્દુલ રહેમાન સાથે જ કર્યા છે. આમ આસીમ મુનીરે પોતાના ભત્રીજા સાથે જ દીકરીના લગ્ન કરાવ્યા છે, જેઓ અંદરોઅંદર પિતરાઈ ભાઈ-બહેન જ હતા. આ લગ્નને લઈને ભારતમાં કેટલાક લોકો સવાલો પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ એ પણ હકીકત છે કે પાકિસ્તાનમાં આવા લગ્ન સામાન્ય છે.

પાકિસ્તાનના પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વિડિયો અપલોડ કર્યો છે, જેમાં તેમણે પુષ્ટિ કરતા કહ્યું છે કે આસીમ મુનીરે પોતાની દીકરીના લગ્ન પોતાના જ પરિવારમાં કર્યા છે. જ્યારે અન્ય એક પત્રકાર રાજા મુનીબે કહ્યું છે કે, 'ફીલ્ડ માર્શલ આસીમ મુનીરે પોતાની દીકરીના લગ્ન પોતાના ભાઈ કાસિમ મુનીરના દીકરા સાથે કરાવ્યા છે. આ બંને સગા ભાઈઓ છે અને રાવલપિંડીમાં આ લગ્ન યોજાયા છે.