Fri Jan 02 2026

Logo

White Logo

‘...તો અમે તૈયાર છીએ’ ઈરાન પર હુમલો : કરવાની ટ્રમ્પની ચેતવણી

WASINTON DC   1 hour ago
Author: Savan Zalaria
Video

વોશીંગ્ટન ડી સી: ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસની વિદેશનીતિ ખુબ જ આક્રમક બની ગઈ છે. અન્ય દેશોના આંતરિક મુદ્દાઓ અંગે તેઓ સતત સક્રિય રહે છે. હાલમાં ઈરાનમાં આયાતુલ્લાહ અલી ખામેનીના સાશન વિરદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે.  

નોંધનીય છે કે ઈરાનના સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 પ્રદર્શનકારીના મોત નીપજ્યા છે, હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ઈરાન શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકોની હત્યા કરશે, તો અમેરિકા તેમના બચાવમાં આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "વી આર લોક્ડ એન્ડ લોડેડ એન્ડ રેડી ટૂ ગો."

તેહરાનથી શરુ થયેલા પ્રદ્રશનો દેશભરમાં ફેલાયા:

કથળી રહેલા અર્થતંત્ર અને જીવનનિર્વાહના વધતા ખર્ચના મુદ્દે રવિવારે રાજધાની તેહરાનમાં દુકાનદારોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતાં, ત્યાર બાદ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતાં. ત્યાર બાદ પ્રદર્શનો અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ ગયા હતાં. ઘણી જગ્યાએ સુરક્ષા દળો સાથે જીવલેણ અથડામણો થઇ હતી. 
ઈરાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને આગ ચાંપી હતી. પોલીસે વળતી કાર્યવાહી કરતા ગોળીબાર કર્યો હતો, ઘણા લોકો પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાની તૈયારી બતાવી છે.
ઈરાનમાં ઘણા વર્ષોથી આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે. ડિસેમ્બરમાં ફુગાવો 42.5 ટકાએ પહોંચ્યો હતો, જેને કારણે જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ લોકોની અવાક સ્થિર રહી છે, જેણે કારણે લોકોને જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે. 

આ કારણે ઈરાન પર પ્રતિબંધો:

નોંધનીય છે કે, ઈરાન ઘણાં સમાયથી તેનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારવા અડગ છે, જેને કારણે યુએસ સહીત પશ્ચિમના દેશોએ તેના પર વેપાર પ્રતિબંધો લગાવ્યા છે. માર્યાદિત આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા વર્ષોથી કથળી રહી છે, ગત વર્ષે ઇઝરાયલ સાથે 12 દિવસના સશસ્ત્ર સંઘર્ષ પણ ચાલ્યો હતો, જેના કારણે ઈરાનની નાણાકીય સ્થિતિ વધુ નબળી પડી હતી.