Mon Dec 22 2025

Logo

White Logo

સતત ચોથા દિવસે નિરાશા : શેરબજારની ફરી ઘટાડા સાથે શરૂઆત, યુએસ માર્કેટમાં AI શેર તૂટ્યા

4 days ago
Author: MayurKumar Patel
Video

મુંબઈ: રોકાણકારો માટે અઠવાડિયું નિરાશાજનક રહ્યું છે, આજે પણ ભારતીય શેર બજાર રોકાણકારોને નિરાશ કરે તેવી શક્યતા છે. આજે સતત ચોથા દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 41 પોઈન્ટના ઘટાડા સાથે 84,518 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 53 પોઈન્ટ્સના ઘટાડા સાથે 25,765 પર ખુલ્યો હતો.

ગઈ કાલે બુધવારે સેન્સેક્સ 120 પોઈન્ટના ઘટાડા સાથે 84,559.65 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી-50 42 પોઈન્ટ ઘટાડા સાથે 25,818.55 પર બંધ થયો હતો.

યુએસ બજારમાં ઘટાડો:

બુધવારે યુએસ શેરબજારમાં ઘટાડા સાથે બંધ થયા હતાં. S&P 500 1.16%ના ઘટાડા સાથે 6,721.43 પર, નાસ્ડાક કમ્પોઝીટ 1.81%ના ઘટાડા સાથે 22,693.32 પર અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 228.29 પોઈન્ટ(0.47%)ના ઘટાડા સાથે 47,885.97 પર બંધ થયો. AI ને લગતા શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો બ્રોડકોમના શેરમાં 4%, Nvidiaને શેરમાં 4%, AMDના શેરમાં 5% અને Alphabetના શેરમાં 3% થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

એશિયન બજારની નબળી શરૂઆત:

યુએસ શેર બજારમાં ઘટાડાની અસર એશિયન બજારો પણ જોવા મળી રહી છે. આજે શરૂઆતના કારોબારમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના શેર બજારોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હોંગકોંગના ઇક્વિટી ફ્યુચર્સ પણ ઘટાડા સાથે ખુલ્યો. હેંગ સેંગ ફ્યુચર્સમાં 0.6%નો ઘટાડો નોંધાયો, જાપાનના ટોપિક્સમાં 0.5%નો ઘટાડો નોંધાયો, ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં 0.3%નો ઘટાડો નોંધાયો અને યુરો સ્ટોક્સ-50 ફ્યુચર્સ 0.7% ઘટ્યો.