મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર શેરબજારની શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઇ. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 66 પોઈન્ટના વધારા સાથે 84,457 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 13 પોઈન્ટના વધારા સાથે 25,771 પર ખુલ્યો.
ગઈ કાલે બુધવારે ભારતીય શેરબજારમાં સતત દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું, સેન્સેક્સ, 275 પોઈન્ટના ઘટાડા સાથે 84,391.27 પર અને નિફ્ટી 50.82 પોઈન્ટના ઘટાડા સાથે 25,758 પર બંધ થયો હતો. જાણકારોના માટે યુએસ ફેડરલ રીઝર્વે વ્યાજદરમાં કેરાલો ઘટાડો અને સેન્સેક્સની વિકલી એક્ષ્પાયરીને કારણે આજે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
યુએસ ફેડરલ રેટમાં આટલો ઘટાડો:
યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વાર બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કર્યો હતો. બુધવારે ફેડરલ રેટમાં 0.25 બેસિસ પોઇન્ટના ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી, ફેડરલ રિઝર્વે એવા પણ સંકેત આપ્યા કે આગામી મહિનાઓમાં દરમાં ઘટાડો નહીં કરવામાં આવે.
યુએસ બજારો વધારા સાથે બંધ થયા:
ફેડરલ રેટમાં ઘટાડાની જાહેરાત બાદ બુધવારે યુએસના શેર બજારો વધારા સાથે બંધ થયા હતાં. S&P 500 46.17 પોઈન્ટ(0.67%)ના વધારા સાથે 6,886.68 પર બંધ થયો, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 497.46 (1.05%)ના વધારા સાથે 48,057.75 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 77.67 (0.33%)ના વધારા સાથે 23,654.16 પર બંધ થયો.
એશિયન બજારોમાં રોનક:
ફેડરલ રેટમાં ઘટાડાની અસર આજે ગુરુવારે એશિયન શેરબજારોના શરૂઆતના કારોબારમાં જોવા મળી, એશિયન બજારો તેજી સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો. હેંગ સેંગ ફ્યુચર્સમાં 0.3 ટકા, જાપાનના ટોપિક્સમાં 0.1 ટકા અને ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં 0.7 ટકા અને S&P 500 ફ્યુચર્સમાં 0.1 ટકાનો વધારો નોંધાયો હતો.