Thu Dec 11 2025

Logo

White Logo

બિગ બોસ 19માં કોણે કેટલા રૂપિયા છાપ્યા? : ગૌરવ ખન્નાએ ₹3.13 કરોડની કમાણી કરી, પણ સેકન્ડ મોસ્ટ હાઇએસ્ટ પેઇડનું નામ જાણીને...

15 hours ago
Author: Darshana Visaria
Video

હાલમાં જ રિયાલિટી ટીવી શો બિગ બોસ-19નો ફિનાલે એપિસોડ થયો અને ટીવીના સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ગેમ માત્ર એક ટ્રોફી જિતવા સુધી સીમિત નથી પરંતુ આ ગેમ પૈસા, પોપ્યુલારિટી અને પાવરની છે. શોમાં આવનાર દરેક વ્યક્તિ પોતાના અંદાજ, ગેમ પ્લે અને પર્સનાલિટીથી ઓડિયન્સનું દિલ જીતીને ટ્રોફી જિતવાનો પ્રયાસ કરે છે. આ સિઝનમાં ટીવી એક્ટર ગૌરવ ખન્નાએ ટ્રોફી પોતાના નામે કરી છે, પરંતુ શોના અનેક સ્પર્ધકો  ટ્રોફી ના પણ જિત્યા હોય તો પણ ખાસ્સી એવી રકમ કમાઈ ગયા છે. ચાલો જોઈએ કોણે કેટલા પૈસા છાપ્યા... 
 
ગૌરવ ખન્નાની વાત કરીએ કો ગૌરવ ખન્નાએ શોની સૌથી મોટી રકમ પોતાના નામે કરી લીધી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગૌરવ ખન્નાએ દર અઠવાડિયા માટે 17.50 લાખ રૂપિયાની રકમ મળી રહી હતી અને 15 અઠવાડિયામાં તેણે 2.63 કરોડ રૂપિયા કમાયા. ત્યાર બાદ ટ્રોફી પ્રાઈઝ મનીપેટે 50 લાખ રૂપિયા મળ્યા. આ સિવાય તેને 14 લાખ રૂપિયાની કિંમતની કાર પણ મળી આમ લગભગ અંદાજે  3.13 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

વાત કરીએ સેકન્ડ રનર અપ રહેલી ફરહાના ભટ્ટની તો તેણે શો ના જિત્યો હોય તો પણ તેને દર અઠવાડિયા માટે બેથી ચાર લાખ રૂપિયાની વચ્ચેનું પેમેન્ટ આપવામાં આવ્યું હતું. આમ 15 અઠવાડિયા બાદ તેની તમાણી 30થી 60 લાખ રૂપિયાની વચ્ચે રહી છે. આ સિવાય આ શો કર્યા બાદ તેની પોપ્યુલારિટી વધી છે અને તેને કામ પણ મળશે, એટલે ફરહાના માટે આ શો પણ માઈલસ્ટોન સાબિત થશે. 
 
સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે આ સિઝનનો સૌથી સિંપલ બટ સ્માર્ટ પ્લેયર રહ્યો હતો. એક અઠવાડિયા માટે પ્રણિતને એકથી બે લાખ રૂપિયાની વચ્ચેનું પેમેન્ટ આપવામાં આવ્યું હતું અને  તેણે 15 અઠવાડિયામાં 15થી 30 લાખ રૂપિયાની કમાણી કરી લીધી. આ સિવાય તાન્યા મિત્તલની વાત કરીએ તતાન્યા મિત્તલને એક અઠવાડિયા માટે 3 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું અને આમ તેને 90 લાખ રૂપિયા તો અમાલ મલિક આ સિઝનના સેકન્ડ મોસ્ટ હાઈએસ્ટ પેઈડ સ્પર્ધક હતો. 

જાણીતો મ્યુઝિક કમ્પોઝર, ડિરેક્ટર અમાલ મલિકની વાત કરીએ તો અમાલને એક અઠવાડિયા માટે 8.5 લાખ રૂપિયાના હિસાબે 15 અઠવાડિયા માટે 1.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શોમાં તેનો સાદગીથી ભરપૂર પણ દમદાર પર્ફોર્મન્સ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

જો આખા સિઝનની વાત કરીએ તો કમાણીના મામલામાં ગૌરવ ખન્ના સૌથી ટોપ પર છે અને ત્યા બાદ અમાલ મલિક, તાન્યા ભટ્ટ અને ફરહાના ભટ્ટે આ શોથી સૌથી વધારે કમાણી કરી હતી. આ શોએ તમામ સ્પર્ધકોને પૈસાની સાથે સાથે એક અલગ ઓળખ અને નવી તકની એક શાનદાર ટ્રીટ આપી છે, એવું કહીએ તો જરાય ખોટું નહીં ગણાય...