નવી દિલ્હી: ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) ધોરણોનો બીજો તબક્કો લાગુ કરવામાં નિષ્ફળ જતાં ઇન્ડિગો એરલાઈન્સનું શેડ્યુલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની તંગીને કારણે એરલાઈનની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થઇ રહી છે, જેના કારણે હજારો મુસાફરો ફસાયા છે. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA) એરલાઇન્સને રાહત આપી છે.
DGCAએ ક્રૂ મેમ્બર્સ માટે દર અઠવાડિયે આરામ(Weekly rest) અંગેના તમામ ફ્લાઈટ ઓપરેટરોને આપેલા નિર્દેશો પાછા ખેંચી લીધા છે.
એક નિવેદનમાં DGCAએ જણાવ્યું કે, હાલ ચાલી રહેલા ફ્લાઈટ ઓપરેશન વિક્ષેપો અને કામગીરીને સ્થિર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે વિવિધ એરલાઇન્સ તરફથી મળેલા પ્રતિનિધિઓને ધ્યાનમાં રાખીને... પાઈલોટ અને ક્રૂને વીકલી ટેસ્ટ માટેના આદેશો પાછા લેવામાં આવે છે.

DGCA એ ઇન્ડિગોની બધી માંગણીઓ સ્વીકારી લીધી છે અને નિયમો હળવા કર્યા છે. DGCA એ નાઈટ ટાઈમ ફ્લાઇટ્સ માટે ઓપરેટરોને 10 ફેબ્રુઆરી સુધી નવા નિર્દેશોમાંથી છૂટ આપી છે. DGCA એ કહ્યું કે દર 15 દિવસે એરલાઇનની સમીક્ષા કરવામાં આવશે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની યોજના માટે 30-દિવસનો રોડમેપ રજૂ કરવો પડશે.
DGCA નો આદેશ શું હતો?
DGCA એ અગાઉ આદેશ આપ્યો હતો કે ફ્લાઇટ ક્રૂને અઠવાડિયા દરમિયાન વધુ આરામ આપવામાં આવે. પાઇલટ્સ અને ક્રૂ માટે નાઈટ શિફ્ટ રોસ્ટર પહેલા છ દિવસનો હતો, પરંતુ તેને ઘટાડીને બે દિવસ કરવામાં આવ્યો છે. રોસ્ટરમાં અચાનક ફેરફારને કારણે, ક્રૂ મેમ્બર્સ સમયસર ફરજ પર હાજર થઈ શક્યા ન હતા, જેના ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી.
આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પાયલોટ કે ક્રૂ મેમ્બર ને 48 કલાક વિકલી રેસ્ટ રેસ્ટ ફરજીયાત આપવો, જો પાયલોટ વધારાની રાજા લે તો તેને વિકલી રેસ્ટમાં ગણવામાં ન આવે. અગાઉ એરલાઈન આ રજાને 48ના વિકલી રેસ્ટમાં ગણી શકાતી હતી.
જો કે હવે, DGCA એ આ આદેશ લાગુ કરવા બે મહિનાનો સમય આપ્યો છે.