Thu Jan 01 2026

Logo

White Logo

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત : પાણી પીવાથી સાત લોકોના મોત...

20 hours ago
Author: Chandrakant Kanoja
Video

ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેર મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી સાત લોકોના મોત થયા છે. જયારે 40 થી વધુ લોકો સારવાર હેઠળ છે. આ અંગે ઈન્દોરના મેયરે પૃષ્ટી કરી છે કે સાત લોકોના દૂષિત પાણી પીવાથી મોત થયા છે. જ્યારે આ દૂષિત પાણીથી પ્રભાવિત અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

મૃતકોના પરિવારજનો માટે 2  લાખ રૂપિયાના વળતરની જાહેરાત

આ અંગે મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી લોકોને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા ત્યારે ગભરાટ ફેલાયો હતો. જોકે, સરકારે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. તેમજ  ત્રીજા ડેપ્યુટી એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. 

તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના

રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ દરમિયાન, મૃતકોના પરિવારજનો માટે 2  લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં અંદાજે 40 લોકો સારવાર હેઠળ છે. જેમાં ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં નર્મદા પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. જેમાં ગટરનું પાણીમાં ભળી ગયું હતું અને દૂષિત પાણી લોકોના ઘરોમાં પહોંચ્યું હતું. આ પાણી પીધા પછી લોકો બીમાર પડવા લાગ્યા હતા. આ દરમિયાન પાણીથી બીમાર લોકોનો ઘરે જઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. 

 નળમાંથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણી આવવાની ફરિયાદ

આ વિસ્તારના રહીશો અનેક દિવસથી દૂષિત પાણીની ફરિયાદ કરી રહ્યા હતા. તેવો  નળમાંથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણી આવવાની ફરિયાદ કરી રહ્યા હતા.પરંતુ સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. જેના લીધે  24 ડિસેમ્બરથી ઉલટી અને ઝાડાની ફરિયાદો ઝડપથી વધવા લાગી અને સ્થિતી વધુ બગડી હતી.