Thu Jan 01 2026

Logo

White Logo

પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! નવજોત સિંહ સિદ્ધુ પાર્ટી બદલશે? : નવજોત કૌરનો મોટો ખુલાસો

3 weeks ago
Author: Savan Zalariya
Video

ચંડીગઢ: પંજાબમાં વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી યોજાની છે, એ પહેલા રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદના અહેવાલો મળી રહ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ દાવો કર્યો હતો કે પક્ષના પાંચ નેતાઓ મુખ્ય પ્રધાન પદ માટે દાવો કરી રહ્યા છે અને પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે.  

પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ અને અન્ય કેટલાક મુદ્દા અંગે વાત કરવા તેઓ રાજ્યના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને મળવા પહોંચ્યા હતાં, ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે મોટા દવા કર્યા હતાં.

નવજોત કૌર સિદ્ધુએ નિવેદન આપ્યું હતું કે જો તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરે, તો તેઓ સક્રિય રાજકારણમાં પરત ફરી શકે છે. તેમણે દાવો કર્યો કે મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસ પાંચ નેતાઓ પહેલેથી જ હરીફાઈમાં છે, અને તેઓ સિદ્ધુને આગળ નહીં આવવા દે.

નવજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે પક્ષને આપવા માટે તેમની પાસે નાણા નથી, પરંતુ તેઓ પંજાબને "સુવર્ણ રાજ્ય" બનાવી શકે છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ અને પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે નજીકથી જોડાયેલા છે.

નવજોત સિંહ સિદ્ધુ પાર્ટી બદલશે?
જ્યારે પત્રકારોએ નવજોત કૌર સિદ્ધુએ પૂછ્યું કે જો ભાજપ નવજોત સિંહને મુખ્ય પ્રધાન પદનો ચેહરો જાહેર કરે, તો તેઓ ફરીથી ભાજપમાં જોડાવાનું વિચારશે? 
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું,  "હું તેમના વતી કોઈ ટિપ્પણી ન કરીશું. કોંગ્રેસ તેમને મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કરશે તો તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરશે, નહીં તો તેઓ સારા પૈસા કમાઈ રહ્યા છે અને તેઓ ખુશ છે." 

AAP પર આરોપ:
મુખ્ય પ્રધાન ભગવંત માન અને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા નવજોત કૌર સિદ્ધુએ કહ્યું કે શિવાલિક રેન્જમાં કહેવાતા VVIPs એ જમીન પર કબજો કર્યો છે.  મુખ્ય પ્રધાન ભગવંત માન તેને કાયદેસર બનાવવા જઈ રહ્યા છે.