Thu Dec 11 2025

Logo

White Logo

IPL 2026 હરાજીમાં 35 ખેલાડીઓની સરપ્રાઈઝ એન્ટ્રી! : આ ખેલાડી પર લાગી શકે છે મોટો દાવ

1 day ago
Author: Savan zalariya
Video

મુંબઈ: ક્રિકેટ ચાહકો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છે, અગામી સિઝનમાં ઘણાં નવા પ્રતિભાશાળી ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ IPL 2026 ની હરાજી(મીની-ઓક્શન) માટે ખેલાડીઓની યાદી જાહેર કરી છે, 350 ખેલાડીઓ આ હરાજી કરવામાં આવશે, જેમાં ઘણાં નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓ આ ખેલાડીઓ પર દાવ લાગવશે.

BCCIએ શરૂઆતની 1,390 ખેલાડીઓની પ્રાથમિક યાદીમાંથી 350 ખેલાડીઓને હરાજી માટે પસંદ કર્યા છે. હરાજી માટે શરૂઆતમાં રજીસ્ટ્રેશન ન કરાવનારા 35 ખેલાડીઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સાથી વધુ ચર્ચા દક્ષિણ આફ્રિકાના 33 વર્ષીય વિકેટેકિપર બેટર ક્વિન્ટન ડી કોકની થઇ રહી છે. 

IPL 2026 હરાજીમાં ડી કોક પર લાગશે મોટો દાવ?

ફ્રેન્ચાઇઝીએ વ્યક્તિગત રીતે કરેલી વિનંતી બાદ BCCIએ ક્વિન્ટન ડી કોકને શોર્ટલિસ્ટ કર્યો છે. નોંધનીય છે કે ડી કોકે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી હતી અને ભારત સામે  શાખાપટ્ટનમમાં રમાયેલી ODI મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અહેવાલ મુજબ તેના આ પરફોર્મન્સને કારણે ફ્રેન્ચાઇઝીઓએ તેનામાં રસ દાખવ્યો હતો. 

ડી કોકની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ બેઝ પ્રાઈસ મેગા ઓક્શનમાં તેને મળેલી કિંમત કરતા અડધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ગત સિઝનમાં ખરાબ પ્રદર્શનને કારણે તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે હાલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ખરીદવા ફ્રેન્ચાઇઝીઓ મોટો દાવ લગાવી શકે છે.

IPL 2026 હરાજીમાં નવા ખેલાડીઓ પર લાગશે દાવ:

BCCIએ જાહેર કરેલી યાદીમાં ઘણાં નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેના નામ પ્રારંભિક યાદીમાં ન હતાં. જેમાં શ્રીલંકાના ટ્રેવીન મેથ્યુ, બિનુરા ફર્નાન્ડો, કુસલ પરેરા અને ડુનિથ વેલાલેજ, અફઘાનિસ્તાનના અરબ ગુલ અને વેસ્ટ ઈન્ડિઝના અકીમ ઓગસ્ટનો સમાવેશ થાય છે. ભારતના વિષ્ણુ સોલંકી, પરિક્ષિત વલસંગકર, સાદેક હુસૈન, ઇઝાઝ સાવરિયા અને 20 જેટલા નવા ખેલાડીઓ પહેલીવાર હરાજીમાં જોવા મળશે. 

ક્યારે યોજાશે IPL 2026 હરાજી?

BCCIએ સોમવારે રાત્રે ફ્રેન્ચાઇઝીઓને મોકલેલા એક મેઇલમાં જણાવ્યું કે હરાજી 16 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે (ભારતીય સમય મુજબ 2:30 વાગ્યે) અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે, જેમાં 350 ખેલાડીઓ ભાગ લેશે.

IPL હરાજી 2026 માટે ખેલાડીઓની નવી યાદીમાં યાદી સમાવવામાં આવેલા વિદેશી ખેલાડીઓ: 

આરબ ગુલ (અફઘાનિસ્તાન), માઈલ્સ હેમન્ડ (ઈંગ્લેન્ડ), ડેન લેટેગન (ઈંગ્લેન્ડ), ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા), કોનર એઝથરહુઈઝેન (દક્ષિણ આફ્રિકા), જ્યોર્જ લિન્ડે (દક્ષિણ આફ્રિકા), બાયન્ડા માજોલા (દક્ષિણ આફ્રિકા), ટ્રેવીન મેથ્યુ (શ્રીલંકા), બિનુરા લાન્કા (બીનુરા ફેરીન), એસ. ડ્યુનિથ વેલાલેજ (શ્રીલંકા), અકીમ ઓગસ્ટે (વેસ્ટ ઈન્ડિઝ).

IPL હરાજી 2026 માટે ખેલાડીઓની નવી યાદીમાં યાદી સમાવવામાં આવેલા ભારતીય ખેલાડીઓઃ 
સાદેક હુસૈન, વિષ્ણુ સોલંકી, સાબીર ખાન, બ્રિજેશ શર્મા, કનિષ્ક ચૌહાણ, એરોન જ્યોર્જ, જિક્કુ બ્રાઈટ, શ્રીહરિ નાયર, માધવ બજાજ, શ્રીવત્સા આચાર્ય, યશરાજ પુંજા, સાહિલ પારખ, રોશન વાગસરે, યશ ડિચોલકર, અયાઝ ખાન, ધૂર્મિલ માટકર, નમન પુષ્પક, પરીક્ષિત વલસંગકર, પુરવ અગ્રવાલ, ઋષભ ચૌહાણ, સાગર સોલંકી, ઇઝાઝ સાવરિયા અને અમન શેખાવત.