ઍલેક્સ કૅરી અને ખ્વાજાએ ટીમની લાજ રાખી, ઑસ્ટ્રેલિયા 8/326
એડિલેઇડ: મંગળવારે અબુ ધાબીમાં કોલકાતાએ મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન (Cameron Green)ને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં ખરીદીને તેને આ ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનાવ્યો એના પંદર જ કલાકમાં ગ્રીને પોતાના દેશના જ મેદાન પર દાટ વાળ્યો જેમાં તે એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શૂન્ય (Zero)માં આઉટ થઈ ગયો હતો.
કૅમેરન ગ્રીન ત્રીજી ટેસ્ટના પહેલાં દાવમાં જોફ્રા આર્ચરના બૉલમાં બ્રાઇડન કાર્સના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. ગ્રીન ફક્ત એક બૉલનો સામનો કરી શક્યો હતો અને બીજા બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો.

ઍલેક્સ કૅરીની સેન્ચુરી
ટ્રેવિસ હેડ (10), જેક ફ્રેઝર મેકગર્ક (18) અને માર્નસ લાબુશેન (19) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પણ ઍલેક્સ કૅરી (106) અને ઉસ્માન ખ્વાજા (82)ની જોડીએ 125-પ્લસ બૉલ રમીને ટીમની આબરૂ સાચવી લીધી હતી.
ઑસ્ટ્રેલિયાના પ્રથમ દિવસે 8/326
પહેલાં દિવસની રમતના અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 8/326 હતો. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 2-0થી આગળ છે.