Tue Jan 06 2026

Logo

White Logo

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા : SRP જવાને છાતીમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું

3 weeks ago
Author: Mayurkumar Patel
Video

રાજકોટઃ શહેર  પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા 50 વર્ષીય SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બનાવ બન્યો હતો. જે બાદ SRP જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. હાલ SRP જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર એફપોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

આપઘાતથી અન્ય જવાનો પણ સ્તબ્ધ

આ મામલે ગજુભા રાઠોડ સાથે ફરજ બજાવતા SRP જવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું કહ્યું કે, તેમની નાઇટ ડ્યુટી હતી. સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધીની ડ્યુટી હોય છે. તેમના અચાનક આપઘાતથી અન્ય જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.  જે રાઇફલથી SRP જવાને આત્મહત્યા કરી તે FSLની ટીમ દ્વારા કબજે લેવામાં આવી હતી.

ગજુભા રાઠોડ મૂળ કચ્છના મોડા રાપર ગામના વતની છે. તેમને સંતાનમાં બે દીકરી છે, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે.  છેલ્લા ચાર મહિનાથી ગજુભા રાઠોડ પોલીસ કમિશનર કચેરીમાં એસઆરપી તરીકે ફરજ બજાવતા હતા.  

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા નિવૃત્ત એએસઆઇ નિરંજન જાની(ઉં.વ. 60)એ પોતાની પરવાના વાળી રિવોલ્વર લમણે રાખી ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો.. ફાયરિંગનો અવાજ સંભળાતા જ પરિવારજનો દોડી આવ્યા હતાં, તે સમયે નિરંજનભાઇ લોહિયાળ હાલતમાં જોવા મળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નિવૃત્ત જમાદાર જાનીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.