Mon Dec 08 2025

Logo

White Logo

શેરબજારની નબળી શરૂઆત! : સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો, RBIની મોનેટરી પોલીસી પર નજર

3 days ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે નબળી શરૂઆત નોંધાવી. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 85,125 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો 50 શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 37 પોઈન્ટના ઘટાડા સાથે 26,000 પર ખુલ્યો. આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) મોનેટરી પોલીસી રજુ કરશે, જેના આધારે બજારની ચાલ નક્કી થશે.

ઘટાડા સાથે શરૂઆત બાદ ભારતીય બજાર રિકવર થયું હતું, સવારે 9.48 વાગ્યે સેન્સેક્સ 37.03 (0.043%)ના વધારા સાથે 85,302.35 અને 15.85 (0.061%)ના વધારા સાથે 26,049.60 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની મોનેટરી પોલિસી કમિટી(MPC) રેપો રેટ  5.50 ટકા પર યથાવત રાખવાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

વૈશ્વિક બજારો પર નજર:
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈ કાલે યુએસ શેરબજારો મિશ્ર વલણો જોવા મળ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 31.96 પોઇન્ટ(0.07%) ના ઘટાડા સાથે 47,850.94 પર બંધ થયો, જ્યારે S&P 500 7.40 પોઇન્ટ(0.11%)ના વધારા સાથે 6,857.12 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 51.04 પોઇન્ટ(0.22%)ના ઘટાડા સાથે 23,505.14 પર બંધ થયો.

આજે સવારે એશિયન બાજરોએ નબળી શરૂઆત નોંધાવી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.26 ટકાના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે ટોપિક્સમાં 1.12 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.12 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.25 ટકાનો ઘટાડો નોંધાયો.