Thu Dec 25 2025

Logo

White Logo

ઈસરોએ અમેરિકાના કોમ્યુનિકેશન સેટેલાઇટ બ્લુબર્ડ : બ્લોક-2 ને લોન્ચ કર્યો...

20 hours ago
Author: Chandrakant Kanoja
Video

શ્રી હરિકોટા : ઈસરોએ અમેરિકાના કોમ્યુનિકેશન સેટેલાઇટ બ્લુબર્ડ બ્લોક-2 ને લોન્ચ કર્યો છે. ઈસરોએ તેને  LVM3-M6 રોકેટથી  લોન્ચ કર્યો છે. બ્લુ બર્ડ 6નું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે. જે ઈસરોની લોન્ચિંગ ક્ષમતામાં સીમા ચિહ્નનરૂપ છે. 

બ્લુ બર્ડ 6નું વજન 6,100 કિલોગ્રામ

ઈસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણે આ મિશનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બ્લુ બર્ડ 6નું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે. આ આંકડો ભારતની લોન્ચિંગ ક્ષમતામાં એક મોટી છલાંગ સમાન છે. ભારતનો ‘બાહુબલી’ કહેવાતુ LVM3 રોકેટ, જેની ઊંચાઈ 43.5 મીટર અને વજન 640 ટન છે, તે અત્યંત ભારે પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ છે. આ મિશન ઈસરોની એન્જિનિયરિંગ શક્તિ અને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતીક બની રહેશે.

2200 ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રાઉન્ડ સ્ટેશન કે સ્પેશિયલ ટર્મિનલ 

બ્લુ બર્ડ 6 સેટેલાઇટ ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઈ ચમત્કારથી ઓછો નથી. આ સેટેલાઇટમાં 2200 ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રાઉન્ડ સ્ટેશન કે સ્પેશિયલ ટર્મિનલ વગર સીધા જ સામાન્ય સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે. આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં દુનિયાના એવા વિસ્તારોમાં પણ 5G બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે જ્યાં આજે મોબાઈલ નેટવર્ક પહોંચવું અશક્ય છે.

2026 સુધીમાં આવા 45 થી 60 સેટેલાઇટ લોન્ચ કરવાનો ટાર્ગેટ 

અમેરિકાના ટેક્સાસ સ્થિત AST SpaceMobile કંપનીનો લક્ષ્યાંક 2026 સુધીમાં આવા 45 થી 60 સેટેલાઇટ લોન્ચ કરવાનો છે, જેથી વૈશ્વિક સ્તરે ડિજિટલ ડિવાઈડને નાબૂદ કરી શકાય. આ મિશનની સફળતા માત્ર નેટવર્ક કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપત્તિ વ્યવસ્થાપનમાં પણ ક્રાંતિ લાવશે. કુદરતી હોનારત સમયે જ્યારે જમીન પરના ટાવરો નિષ્ફળ જાય છે, ત્યારે આ સેટેલાઇટ ટેકનોલોજી સીધી સ્માર્ટફોન કનેક્ટિવિટી આપીને હજારો લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.