Thu Jan 01 2026

Logo

White Logo

એપસ્ટીન કેસમાં મોટો ધડાકો: 10 લાખ નવા દસ્તાવેજો મળ્યા, જાહેર કરવામાં થશે વિલંબ : 36 લાખથી વધુ રેકોર્ડ્સની તપાસ ચાલુ; પીડિતોની સુરક્ષા માટે દસ્તાવેજોની સમીક્ષા બાદ જાહેર કરવામાં આવશે

Washington DC   6 days ago
Author: Kshitij Nayak
Video

વોશિંગ્ટનઃ અમેરિકામાં જેફરી એપસ્ટીન કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ન્યાય વિભાગે બુધવારે જાહેરાત કરી હતી કે એપસ્ટીન કેસ સંબંધિત 10 લાખથી વધુ નવા દસ્તાવેજો મળ્યા છે જેને સાર્વજનિક કરવામાં હજુ વધુ સમય લાગી શકે છે. આટલા બધા દસ્તાવેજોની સમીક્ષા અને જરૂરી ફેરફાર કરવામાં હજુ થોડા અઠવાડિયા લાગી શકે છે.

ન્યાય વિભાગે જણાવ્યું હતું કે જાતીય અપરાધી જેફરી એપસ્ટીન પરના તેના તમામ રેકોર્ડ્સ જાહેર કરવા માટે "થોડા અઠવાડિયા" લાગી શકે છે, કારણ કે અચાનક તેને દસ લાખથી વધુ સંભવિત રીતે સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા, જેના કારણે ગયા શુક્રવારે કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાનું પાલન કરવામાં વધુ વિલંબ થયો હતો.

ક્રિસમસ અગાઉ આ જાહેરાત ત્યારે થઈ જ્યારે એક ડઝન અમેરિકન સિનેટરોએ ન્યાય વિભાગના વોચડૉગને સમયમર્યાદા પૂરી કરવામાં તેની નિષ્ફળતાની તપાસ કરવાની વાત કરી હતી. 11 ડેમોક્રેટ્સ અને એક રિપબ્લિકનના ગ્રુપે કાર્યકારી ઇન્સ્પેક્ટર જનરલ ડોન બર્થિયૂમને એક પત્રમાં જણાવ્યું હતું કે પીડિત "સંપૂર્ણ ખુલાસો" અને સ્વતંત્ર ઓડિટના "મનની શાંતિ" ને પાત્ર છે.

ન્યાય વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મૈનહટનમાં ફેડરલ પ્રોસિક્યૂટર અને એફબીઆઈના "દસ લાખથી વધુ દસ્તાવેજો શોધી કાઢ્યા છે જે એપસ્ટીન કેસ સાથે સંબંધિત હોઈ શકે છે. વિભાગના અધિકારીઓએ મહિનાઓ પહેલા સૂચવ્યું હતું કે તેઓએ એક વ્યાપક સમીક્ષા હાથ ધરી છે જેમાં એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી છે. 

માર્ચમાં એટોર્ની જનરલ પામ બોન્ડીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે એફબીઆઈએ "એપસ્ટીનની તમામ ફાઈલો મારી ઓફિસમાં પહોંચાડવાનો આદેશ આપ્યા બાદ "પુરાવાઓનો ટ્રક" રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે આ નિર્દેશ જાહેર કર્યા પછી કહ્યું કે તેમને એક અજાણ્યા સ્ત્રોત પાસેથી જાણવા મળ્યું કે ન્યૂયોર્કમાં  એફબીઆઈ પાસે "હજારો પાનાના દસ્તાવેજો છે."

ગયા અઠવાડિયે એક પત્રમાં ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે મેનહટનના ફેડરલ પ્રોસિક્યુટર્સ પાસે પહેલાથી જ એપ્સ્ટિન અને તેમના લાંબા સમયના વિશ્વાસુ ઘિસ્લેન મેક્સવેલ સામે સેક્સ ટ્રાફિકિંગ તપાસના 3.6 મિલિયનથી વધુ રેકોર્ડ છે, જોકે ઘણા બધા એફબીઆઈ દ્વારા પહેલાથી જ સોંપવામાં આવેલા દસ્તાવેજોની નકલો હતી.

ન્યાય વિભાગે જણાવ્યું હતું કે તેમના વકીલો એપ્સટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ જરૂરી દસ્તાવેજોની સમીક્ષા કરવા અને પીડિતોના નામ અને અન્ય ઓળખ માહિતી હટાવવા માટે "ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. અમે શક્ય તેટલી વહેલી તકે દસ્તાવેજો જાહેર કરીશું. આ પ્રક્રિયામાં થોડા વધુ અઠવાડિયા લાગી શકે છે."