નવી દિલ્હીઃ જિન્દાલ સ્ટીલે તેનાં રાયગઢ એકમમાં સ્ટ્રક્ચરલ સ્ટીલની ઉત્પાદન ક્ષમતા બમણી કરીને અથવા તો વર્ષે 20 લાખ ટન કરવાની યોજનાની જાહેરાત કરી છે. નોંધનીય બાબત એ છે સ્ટ્રક્ચરલ સ્ટીલની ક્ષમતા, ટકાઉપણું અને લવચીકતાને કારણે બ્રિજ અને ટાવર જેવા માળખાકીય પ્રોજેક્ટો અને મોટા મકાનોના બાંધકામ જેવાં ક્ષેત્રોમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે,
જેમાં વિવિધ સરકારી આગેવાની હેઠળની યોજનાઓ અને ખાનગી રોકાણને વેગ મળી રહ્યો છે. નવીન જિન્દાલના જૂથની કંપનીએ એક યાદીમાં જાહેરાત કરી છે કે રાયગઢ એકમમાં તેની સ્ટ્રક્ચરલ સ્ટીલની ઉત્પાદનક્ષમતાના નોંધપાત્ર વિસ્તરણ હેઠળ કંપની વર્ષ 2028ના મધ્ય સુધીમાં તેની સ્ટ્રક્ચરલ સ્ટીલની ઉત્પાદન ક્ષમતતા જે હાલ વર્ષે 12 લાખ ટન છે તે વધીને 24 લાખ ટન જેટલી થશે.
આ વિસ્તરણથી ભારતમાં હેવી (ભારે) અને અતિભારે (અલ્ટ્રા હેવી) સ્ટ્રક્ચરલ સ્ટીલ સેક્શનની ઉપલબ્ધિતામાં વધારો થશે અને જિન્દાલ સ્ટીલનાં નેતૃત્વને ટેકો આપશે, એમ કંપનીએ જણાવતા ઉમેર્યું હતું કે આ વિસ્તરણના ભાગરૂપે તે અદ્યતન અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ટેક્નોલૉજી અપગે્રડ સાથે એક નવી સમર્પિત સ્ટ્રક્ચરલ સ્ટીલ મિલ શરૂ કરશે.