Mon Jan 05 2026

Logo

White Logo

મ્યુલ એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા : 8 જણ જૂનાગઢથી ઝડપાયા...

3 weeks ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
રાજ્ય સરકારે સાયબર ફ્રોડ સામે છેડેલી જંગમાં મ્યુલ અકાઉન્ટ્સ હોલ્ડર્સ પક્કડમાં આવી રહ્યા છે. જૂનાગઢમાં પણ 8 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તપાસની વિગતો અનુસાર દેશભરમાં 9 એકાઉન્ટ પર અલગ અલગ 360 ફરીયાદો નોંધાવવામાં આવી હતી. જેમાં 253 કરોડની લેણદેણ કરાઇ હતી. ત્યારે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા જુનાગઢ સાયબર પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે.

એક આરોપી હાલ જેલમાં ગુના હેઠળ છે. ઘરપકડ થયેલા આ આઠ આરોપીઓ ભાડે બેન્ક ખાતા આપતા હતા. જેમાં સાયબર ચાંચિયાઓએ કરોડોની રકમ જમા કરાવી હતી. આ રકમ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી  હેરાફેરી કરવામાં આવતી હતી. 

મળતી માહિતી અનુસાર આ ઑપરેશન મ્યુલ અકાઉન્ટ દેશભરમાં ચાલી રહ્યું છે. જેમાં 9 અકાઉન્ટમાં 360 ફરિયાદ થઈ છે. રૂ. 250 કરોડથી વધુના આ ફ્રોડમાં જૂનાગઢમાંથી 8 આરોપી પકડાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મ્યુલ એકાઉન્ટની મોડેસ ઓપરેન્ડી પ્રમાણે આ આઠેય જણે પોતાના બેંક અકાઉન્ટ અન્યોને ભાડે આપ્યા હતા. તેમના અકાઉન્ટમાં કાળું નાણું ઠલવાતું હતું અને તેના બદલામાં તેમને ભાડુ મળતું હતું. આ ફ્રોડના શિકાર દેશમાં ઘણા લોકો બન્યા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે ખાસ અપીલ કરી હતી કે આ પ્રકારની લલચામણી વાતોમાં ન આપતા કોઈને પણ અકાઉન્ટ ભાડે આપવામાં ન આવે. આ ફ્રોડમાં અકાઉન્ટ ભાડે આપનાર પણ ગુનેગાર ગણવામાં આવે છે. 
આવો જ કિસ્સો જામનગરમાં પણ બહાર આવ્યો છે અને 44 જણ સામે ગુનો નોંધાયો છે, તેમ જ 20 ફરિયાદ થઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.