Thu Jan 01 2026

Logo

White Logo

લોનાવલા ફરવા આવેલા ગોવાના : બે સહેલાણીનાં અકસ્માતમાં મોત

3 weeks ago
Author: yogesh c patel
Video

પુણે: મહારાષ્ટ્રના લોનાવલા હિલ સ્ટેશન ખાતે ગોવાથી ફરવા આવેલા બે સહેલાણીની કાર મિની ટ્રક સાથે ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બન્ને સહેલાણીએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ યોગેશ સુતાર (21) અને મયૂર વેંગુર્લેકર (24) તરીકે થઈ હતી. બન્ને ગોવાના માપુસાના રહેવાસી હતા.

પુણે જિલ્લાના લોનાવલામાં પિકનિક માટે ગોવાથી 14 જણનું જૂથ આવ્યું હતું, જેમાં યોગેશ અને મયૂરનો પણ સમાવેશ હતો. લોનાવલા ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની વહેલી સવારે લાયન્સ પૉઈન્ટ નજીક બની હતી. પૂરપાટ દોડતી કાર સામેથી આવેલી ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. યોગેશ અને મયૂર અકસ્માતગ્રસ્ત કારમાં જ ફસાઈ ગયા હતા.

કારમાં ફસાયેલા બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપાયા હતા. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને પણ ઇજા થઈ હતી. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. (પીટીઆઈ)