મુંબઈઃ મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર દિવસેને દિવસે ડેવલપ થઈ રહ્યું છે, જેને કારણે કલાકોનું અંતર મિનિટોમાં કાપી શકાય છે. આવો જ એક વધુ પ્રોજેક્ટ મુંબઈગરાનો કલાકોનો પ્રવાસ મિનિટોમાં પૂરો કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગર પાલિકા મઢ અને વર્સોવા વચ્ચે એક બ્રિજ બાંધવામાં આવશે, જેને કારણે 20 કિલોમીટરનું અંતર ઘટીને 2.6 કિલોમીટર થઈ જશે. આ બ્રિજને કારણે 90 મિનિટનો ટ્રાવેલ ટાઈમ ઘટીને 10 મિનિટ થઈ જશે. ચાલો જોઈએ શું છે આખી યોજના અને ક્યારે પૂરી થશે…
2395 રૂપિયાના ખર્ચે 90 મિનિટનો પ્રવાસ 10 મિનિટમાં…
મળતી માહિતી અનુસાર આ મઢ-વર્સોવા જોડતાં બ્રિજને કારણે મુંબઈગરાનો ખાસ્સો એવો સમય બચાવશે. 20 કિલોમીટરનું આ અંતર કાપવા માટે મુંબઈગરાને હાલમાં 90 મિનિટનો સમય લાગે છે. પરંતુ એક વખત આ બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યાર બાદ આ અંતર ઘટીને 2.6 કિલોમીટરનું થઈ જશે અને તે 10 મિનિટનો સમયમાં મઢથી વર્સોવા પહોંચી શકાશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 2395 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 2029 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે.
મઢ જેટ્ટી રોડ-ફિશરીઝ યુનિવર્સિટી, વર્સોવાને જોડશે બ્રિજ
વર્સોવા ખાડી પર મઢ-વર્સોવા બ્રિજ મઢ જેટ્ટી રોડ પરથી પસાર થશે અને વર્સોવામાં ફિશરીઝ યુનિવર્સિટી રોડ પાસે કનેક્ટ થશે. આ બ્રિજ બંધાઈ જશે ત્યાર બાદ મઢ અને વર્સોવા વચ્ચેનું અંતર ઘટી જશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સર્વે, માટીનું પરિક્ષણનું કામ શરૂ થઈ ગયું છે. આગામી બે મહિનામાં નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને કોસ્ટલ રેગ્યુલાઈઝેશન ઝોન પાસેથી મંજૂરી પણ મળી ચૂકી છે.
મેટ્રો કનેક્ટિવિટી પણ હશે
આ નવા બ્રિજને મેટ્રો-3 સાથે પણ કનેક્ટિવિટી મળશે. આ માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)ના 531 કરોડ રૂપિયાના ખર્ચે પાદચારીઓ માટે અંડરગ્રાઉન્ડ રોડ બનાવવશે. દેશની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ મેટ્રો 3 કે જે આરે જેવીએલઆરથી કફ પરેડ સુધી 33 કિમીનું અંતર કાપે છે, જેમાં 27 સ્ટેશન આવે છે. આ રૂટ પર વિજ્ઞાન કેન્દ્ર સ્ટેશન, વર્લી વિસ્તારમાં છે અને ત્યાંથી બીચ માત્ર દોઢથી બે કિલોમીટરના અંતરે છે.
કેટલો ખર્ચ આવશે?
જો તમે આ સ્ટેશનથી વર્લી બીચ પર જવા માંગો છો તો તમારે પાંચ કિલોમીટરનું ચક્કર કાપવો પડશે. આને બચાવવા માટે મહારાષ્ટ્ર મેટ્રો રેલ નિગમ લિમિટેડે અંડરગ્રાઉન્ડ પગે ચાલનારા લોકો માટે રોડ બાંધવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ રોડ 1518 મીટર લાંબું હશે. એમએમઆરસીએલ વિજ્ઞાન કેન્દ્ર સ્ટેશનથી વર્લી પ્રોમેનેડ સુધી રોડ બાંધવાનું પ્લાનિંગ કર્યું છે. આ માટે 531 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 24 મહિનામાં આ રોડ તૈયાર થઈ જશે. ત્યાર બાદ 12 મહિનાનો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ રહેશે.
છે ને એકદમ કામની, ટાઈમ અને એનર્જી સેવિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.