કટરા : જમ્મુ કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શને હતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના નવા વર્ષે ભીડ નિયંત્રિત કરવા માટે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે આરએફઆઈડી કાર્ડ ઇસ્યુ કર્યા બાદ 24 કલાકમાં પરત આવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેમજ 10 કલાકમાં યાત્રા કરવી જરૂરી છે. આનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
RFID કાર્ડ ધરાવતા યાત્રાળુઓને જ યાત્રામાં પ્રવેશ
માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે મંગળવારે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સલામત, સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીઈઓએ સંબંધિત અધિકારીઓને મુસાફરી વ્યવસ્થાપન અને સુરક્ષા પગલાં વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો. RFID- કાર્ડ દ્વારા યાત્રાના કડક નિયમો પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ ખાતરી કરવામાં આવી કે ફક્ત માન્ય RFID કાર્ડ ધરાવતા યાત્રાળુઓને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવે.
શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી RFID કાર્ડ મેળવી શકશે
જેમાં હવે કટરા રેલ્વે સ્ટેશન નજીક યાત્રા નોંધણી કેન્દ્ર પર શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી RFID કાર્ડ મેળવી શકશે.આ અગાઉ આ સેવા રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. ટ્રેન દ્વારા મોડી રાત્રે આવતા મુસાફરો દર્શન દેવરી પ્રવેશદ્વાર પર RFID કાર્ડ મેળવી શકે છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
મલ્ટી લેયર સુરક્ષા ગ્રીડ વિશે માહિતી આપી
આ ઉપરાંત આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓએ મલ્ટી લેયર સુરક્ષા ગ્રીડ વિશે માહિતી આપી હતી. જેમાં પોલીસ, CRPF અને શ્રાઇન બોર્ડ સુરક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ ખતરાની પૂર્વ જાણકારી માટે અદ્યતન સર્વેલન્સ ડીવાઈસના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
પગપાળા મુસાફરીમાં લગભગ 8 કલાકનો સમય
કટરાથી વૈષ્ણોદેવી મંદિરનું અંતર આશરે 13 કિમી છે. જેમાં શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા, કુલી, બેટરી કાર અને હેલિકોપ્ટર દ્વારા મંદિર સુધી પહોંચી શકે છે. જેમાં પગપાળા મુસાફરીમાં લગભગ 8 કલાક લાગે છે. સામાન્ય દિવસોમાં મુસાફરીમાં 24 થી 36 કલાકનો સમય લાગે છે.