Thu Jan 01 2026

Logo

White Logo

મુંબઈમાં ૭૦૦ ખાનગી સોસાયટીઓમાં પોલિંગ બૂથ ઊભા કરાશે : --

4 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે ૧૯૦ વધુ મતદાન કેન્દ્ર ઊભાં કરવામાં આવવાના છે. તો મુંબઈના મતદાનની ટકાવારી વધે અને વધુને વધુ નાગરિકો પોતાના મતદાનનો અધિકારી બજાવે તે માટે આ વખતે લગભગ ૭૦૦ ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં નાગરિકોના ઘરની નજીક મતદાન કેન્દ્ર ઊભાં કરવામાં આવવાનાં છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના થવાની છે અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકા પ્રશાસને તમામ તૈયારીઓને ઝડપી બનાવી રહી છે. મતદાનની ટકાવારી વધે અને વધુને વધુ નાગરિકો મતદાન માટે બહાર નીકળે તે માટે તેમના ઘરની નજીક મતદાન કેન્દ્ર ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં ૧૯૦ વધુ મતદાન કેન્દ્ર ઊભાં કરવામાં આવવાનાં હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. તેથી મુંબઈના તમામ વિસ્તારોમાં મોટા રેસિડેન્શ્યિલ કૉમ્પ્લેક્સમાં મતદાન કેન્દ્ર ઊભાં કરવામાં આવવાનાં છે.

મુંબઈમાં ઓછી જગ્યામાં વધુ વસતી હોવા છતાં એક પણ અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્ર ન હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. જોકે અમુક મતદાન કેન્દ્ર સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે ઠેકાણે ૧૦ કરતાં વધુ મતદાન કેન્દ્ર હોય ત્યાં મતદારોની સંખ્યા વધુ હોવાથી ગરદી થવાની શક્યતા હોય છે. તેથી આવા મતદાન કેન્દ્રને સંવેદનશીલની યાદીમાં સમાવવામાં આવ્યા છે.

આ દરમ્યાન રાજ્યના ચૂંટણી પંચે મતદારયાદીમાં એકથી વધુ વખત રહેલા મતદારોની અંતિમ યાદી નિશ્ર્ચિત કરી છે. ચૂંટણી પંચે આપેલી યાદીમાં ૧૧,૦૧૫૦૮ નામ એકથી  વધુ વખત છે. મતદાર યાદીના નામમાં રહેલી સમાનતાને જોઈને તે નામને બાકાત કરવામાં આવ્યા હોઈ મુંબઈમાં હવે ડબલ મતદારની કુલ સંખ્યા ૧,૬૮,૩૫૦ થઈ ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.