મુંબઈઃ નવા વર્ષ નિમિત્તે મુંબઈગરાઓની સુવિધા માટે રેલવે, બેસ્ટ અને મેટ્રો (એક્વા મેટ્રો)એ વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે, પરંતુ હવે મેટ્રો વનએ પણ આખી રાત મેટ્રો દોડાવવાની જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડે (MMOPL) નવા વર્ષની ઉજવણી માટે વિશેષ સેવાઓની જાહેરાત કરી છે.
પ્રવાસીઓની સુવિધા માટે MMOPL આવતીકાલે 31 ડિસેમ્બર, 2025ના 28 વધુ મેટ્રો ચલાવશે, જેનાથી કુલ સેવાઓ 504 પર પહોંચી જશે. મેટ્રોની કુલ સર્વિસ 504એ પહોંચશે. હાલના તબક્કે મેટ્રોની 476 નિયમિત છે, જેમાં 28 વધારાની દોડાવવામાં આવશે. મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની સાથે સાથે બેસ્ટ પણ વિશેષ બસ દોડાવશે, જ્યારે ઘાટકોપર-વર્સોવા વચ્ચે પણ કનેક્ટિવિટી મળવાથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતીકાલે પ્રવાસીઓ મોડી રાત સુધી સુરક્ષિત અને ઝડપી ટ્રાવેલ કરી શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રેનની ફ્રિક્વન્સી
- પીક અવર્સ દરમિયાન 3 મિનિટ 20 સેકન્ડ
- નોન પીક અવર્સ દરમિયાન 5 મિનિટ 55 સેકન્ડ
- વધારાની 28 સેવાઓ માટે દર 12 મિનિટે
(વર્સોવાથી 23:26 અને ઘાટકોપરથી 23:52 વાગ્યે શરૂ થાય છે)
* પહેલી મેટ્રો ટ્રેન:
- વર્સોવા (VER): સવારે 5:30 am
- ઘાટકોપર (GHA): સવારે 5:30 am
* છેલ્લી ટ્રેન: - વર્સોવા (VER): 2:14 am (જાન્યુ 1, 2026)
- ઘાટકોપર (GHA): 2:40 am (જાન્યુ 1, 2026)