Thu Dec 11 2025

Logo

White Logo

ડિફોલ્ટરોને ૨૧ દિવસનો સમય આપ્યા બાદ : પણ સાત પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ મિલકતની હવે લિલામી થશે

1 day ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાત મોટા પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોને બાકી રહેલો ટેક્સ ચૂકવવા માટે ૨૧ દિવસનો સમય આપવામાં આવ્યો હોવા છતાં આપેલી મુદતમાં તેઓ ટેક્સ ભરવામાં નિષ્ફળ ગયા છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક પબ્લિક નોટિસ જારી કરી છે, જેમાં તેમને સાત દિવસની છેલ્લી વખત સમયમર્યાદામાં આપવામાં આવી છે, જેમાં બાકી રહેલી રમક ચૂકવી દેવી અથવા તેમની મિલકતની લિલામીનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

પ્રોપટીની હરાજી એ છેલ્લા ૧૫ વર્ષમાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેક્સ નહીં  ચૂકવાનારા ડિફોલ્ટરો સામે  પાલિકા દ્વારા કરવામાં આવનારી  કાર્યવાહીનો આ ભાગ છે. ગયે મહિને પાલિકા ૨૭ કરોડ રૂપિયાની મિલકત લિલામ કરવાની યોજના જાહેર કરી હતી, જોકે એમાથી ચાર માલિકાએ તેમના બાકી રહેલી રકમ ચૂકવી દીધી હતી. તેથી પાલિકાએ બાકી રહેલી મિલકત માટેની ઓનલાઈન લિલામી મુલતવી રાખી હતી.

પાલિકાની ટેક્સ વસૂલાત અભિાયન હેઠળ જાહેર લિલામ માટે નક્કી કરાયેલી મિલકતની બીજી યાદીમાં ઓઈલ મિલ, ગોડાઉન, હોટલ અને જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે, જેમા મોટાભાગવે વેપારી સંસ્થાઓ અને વ્યક્તિગત હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. આ યાદીમાં સાત મિલકતના માલિકોની સામૂહિક રીતે મિલકત વેરામાં ૩૦ કરોડ રૂપિયાની મૂળ રકમ બાકી છે. તો દંડ, વ્યાજ સાથે કુલ વસુલાતની રકમ ૬૩ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ડિફોલ્ટરોને તેમની બાકી રહેલી રકમ ચૂકવવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો તેમાં તેઓ નિષ્ફળ ગયા તો લિલામીની પ્રક્રિયા શરૂ થશે. જોકે ભૂતકાળના અનુભવને જોતા અનેક વખત લિલામી પહેલા જ ડિફોલ્ટરો બાકી રહેલી રકમ ચૂકવી દેતા હોય છે.