Wed Dec 17 2025

Logo

White Logo

ઓસ્ટ્રેલિયાના સિડની બોન્ડી બીચ હત્યાકાંડમાં : ભારત કનેક્શન પ્રકાશમાં આવ્યું, જાણો વિગતે

sydney   8 hours ago
Author: Chandrakant Kanoja
Video

હૈદરાબાદ : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 14 ડિસેમ્બરના રોજ બોન્ડી બીચ પર થયેલા હત્યાકાંડનું ભારત કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. સિડનીમાં હત્યાકાંડને અંજામ આપનારા પિતા-પુત્ર ભારતના  હૈદરાબાદ સાથે કનેક્શન ધરાવે છે. આ અંગે તેલંગાણાના ડીજીપીએ જણાવ્યું હતું કે સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો છે પરંતુ 27 વર્ષ  પૂર્વે વર્ષ 1998 માં ભારત છોડી ગયો હતો.

નોકરીની શોધમાં ઓસ્ટ્રેલિયા ગયો હતો

આ અંગે તેલંગાણાના ડીજીપીએ વધુમાં  જણાવ્યું હતું કે સાજિદે હૈદરાબાદથી બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમજ 27 વર્ષ પહેલાં નોકરીની શોધમાં ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેની બાદ તે ઓસ્ટ્રેલિયામાં કાયમી સ્થાયી થતાં પહેલાં યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા હતા. સાજિદ અને વેનેરાને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી છે જેમાંથી પુત્ર નવીદ અકરમ જેણે પિતા સાથે સિડનીમાં હુમલો કર્યો હતો. 

ઓસ્ટ્રેલિયા ગયા બાદ છ વખત ભારતની મુલાકાત લીધી

આ ઉપરાંત સાજિદ અકરમ હજુ પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે. જયારે તેમના પુત્ર, નવીદ અકરમ અને પુત્રી ઓસ્ટ્રેલિયામાં જન્મ્યા હતા અને ઓસ્ટ્રેલિયન નાગરિક છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, ભારતમાં તેમના સંબંધીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર સાજિદ અકરમનો છેલ્લા 27 વર્ષોમાં હૈદરાબાદમાં તેમના પરિવાર સાથે ખૂબ જ ઓછો સંપર્ક રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા ગયા બાદ છ વખત ભારતની મુલાકાત લીધી. તે   પિતાના મૃત્યુ સમયે પણ ભારત ન હતો આવ્યો. તેમજ પરિવારને તેની કટ્ટરપંથી વિચારધારા અંગે કોઈ જાણ ન હતી. 

હુમલામાં 16 નિર્દોષ લોકો માર્યા ગયા 

સિડનીના બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલામાં 16  નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને 60  થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે તેને આતંકવાદી ઘટના ગણાવી છે. યહૂદી તહેવાર હનુક્કા માટે બોન્ડી બીચ પર હજારો લોકો એકત્ર થયા હતા. પિતા-પુત્ર સાજિદ અને નવીદ અકરમે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેમણે  લગભગ 20  મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. જયારે  જવાબી ગોળીબારમાં સાજિદનું મોત થયું હતું, જ્યારે નવીદને ગોળી વાગી હતી.