Thu Dec 25 2025

Logo

White Logo

શ્રદ્ધા કપૂરની ફી આલિયા ભટ્ટ કરતા પણ વધુ! : શક્તિ કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો

10 hours ago
Author: Tejas Rajpara
Video

મુંબઈ: બોલીવુડમાં અત્યારે જે અભિનેત્રીઓના નામનો સિક્કો પડે છે, તેમાં શ્રદ્ધા કપૂરનું નામ મોખરે છે. શ્રદ્ધા કપૂર ભલે પડદા પર ઓછી ફિલ્મોમાં દેખાય છે, પરંતુ તેની લોકપ્રિયતા અને ડિમાન્ડ અન્ય અભિનેત્રીઓની સરખામણીએ ખૂબ જ વધુ છે. આ વાતની પુષ્ટિ ખુદ તેના પિતા અને દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરે કરી છે. તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરની પ્રોફેશનલ લાઈફ અને તેની વધતી ફી વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

એક પોડકાસ્ટ દરમિયાન શક્તિ કપૂરે ગર્વ સાથે જણાવ્યું હતું કે શ્રદ્ધા ઈન્ડસ્ટ્રીની તેની સાથી કલાકારો કરતા પણ વધુ ફી વસૂલે છે. તેણે સ્પષ્ટપણે આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે જેવા મોટા નામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે શ્રદ્ધા ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે, પરંતુ તે સૌથી સારા પ્રોજેક્ટ્સની જ પસંદગી કરે છે. તે આલિયા અને અનન્યા જેવી અભિનેત્રીઓ કરતા પણ વધુ ચાર્જ લે છે." આ નિવેદને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચા જગાવી છે.

શક્તિ કપૂરને પૂછવામાં આવ્યું કે એવી અફવાઓ છે કે શ્રદ્ધા પાસે હાલમાં કામ નથી, ત્યારે તેઓ હસી પડ્યા હતા. તેણે આ અફવાઓને નકારતા કહ્યું કે શ્રદ્ધાની ડિમાન્ડ માર્કેટમાં ખૂબ ઊંચી છે, પરંતુ તે પોતાની મરજીથી વર્ષમાં માત્ર એક કે બે જ ફિલ્મ કરવાનું પસંદ કરે છે. તે માત્ર કામ કરવા ખાતર કામ કરવામાં માનતી નથી, પરંતુ કામની ક્વોલિટી પર ધ્યાન આપે છે.

દીકરીના વ્યક્તિત્વ વિશે વાત કરતા શક્તિ કપૂરે જણાવ્યું કે શ્રદ્ધા સ્વભાવે થોડી જિદ્દી છે અને તે હંમેશાં પોતાના દિલનું કરે છે. તે પોતાના સિદ્ધાંતો પર જ ચાલે છે. પિતા-પુત્રીના સંબંધો વિશે તેણે ઉમેર્યું કે અમારા વચ્ચે ક્યારેક વિવાદ થાય છે તો ક્યારેક અમે બંને સાથે બેસીને હોલિ-ડે પ્લાન કરીએ છીએ. એક પિતા તરીકે તેને શ્રદ્ધાની એક્ટિંગ અને તેની મહેનત પર ખૂબ જ ગૌરવ છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મો ઉપરાંત શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પણ સુપરસ્ટાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 94.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર વિરાટ કોહલી પછી ભારતની ભારતી બીજી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રી છે. આ બાબતમાં તે પીએમ નરેન્દ્ર મોદી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી ચૂકી છે.