Thu Jan 01 2026

Logo

White Logo

સ્વિટર્ઝલેન્ડમાં વિસ્ફોટઃ મૃત્યુઆંકમાં વધારો પણ : આતંકવાદી હુમલાનો પોલીસનો ઈનકાર

swzarland   1 hour ago
Author: Vimal Prajapati
Video

બર્નઃ સ્વિટ્ઝર્લેન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરમાં આવેલા એક બારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોતાના અહેવાલ મળ્યાં છે, આ સાથે 10થી વધારે લોકો ઘાયલ પણ થયાં છે. જ્યારે બારમાં બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં 100થી પણ વધારે લોકો હાજર હતાં. આ બ્લાસ્ટમાં હજી પણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે તેવી આશંકાઓ છે પરંતુ પોલીસ દ્વારા આતંકાવાદી હુમલાને નકારી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ બ્લાસ્ટ કોઈ આતંકવાદી હુમલો નથી. જો કે, હજી તપાસ તો ચાલી જ રહી છે. 

પોલીસ દ્વારા વિસ્ફોટની પુષ્ટિ કરવામાં આવી 

પોલીસે વધુમાં જણાવ્યું કે, લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટમાં આવેલા લી કોન્સ્ટેલેશન બારમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો એકઠા થયા હતાં, આ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 40 લોકોના મોત થયાં છે. દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વેલેસ કેન્ટનના પોલીસ પ્રવક્તા ગેટન લાથીસે વિસ્ફોટની પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસે મૃત્યુઆંક વિશે કોઈ સત્તાવાર આંકડો જાહેર નથી કર્યો પરંતુ સૂત્રો દ્વારા 40 લોકોના મોતના અહેવાલો મળ્યાં છે. 

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

વધુ વિગતે જોઈએ તો, આખા વિસ્તારને પોલીસે સીલ કરી દીધો છે. આ સાથે બારને પણ ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ઇમરજન્સી સેવાઓ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, જ્યારે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યાં છે. આ બ્લાસ્ટ ફટાકડાના કારણે થયો છે કે, કોઈ હુમલો છે? તેના તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આતંકવાદી હુમલાને નકારી રહી છે. .

રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર છે આ શહેર

મહત્વની વાત એ છે કે, આ ક્રેન્સ-મોન્ટાનાએ સ્વિટ્ઝર્લેન્ડનું એ એક લકઝરી સ્કી રિસોર્ટ શહેર છે, જે રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર છે. ખાસ કરીને બ્રિટિશ પ્રવાસીઓ માટે આ લોકપ્રિય સ્થળ છે. જેથી અહીં મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવતા હોય છે. અહીં નવા વર્ષની ઉજવણી દરમિયાન બ્લાસ્ટ થયો જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.